SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે તે અદ્ભુતરસ કહેવાય છે. આનો સરસ, કાવ્યમય દાખલો(ઉદા. ૧૧૬) નાડૂ એ શ્લોકમાં મળે છે.” આ શ્લોકમાં બાળક કૃષ્ણના મુખમાં સમગ્ર જગતને જોઈને માતા યશોદાની અંદર સંસ્કારરૂપે રહેલો વિસ્મય(સ્થાયી ભાવ) અભિવ્યંજિત થઈને અભુતરસના રૂપમાં આસ્વાદાય છે. વૃત્તિમાં આવતા દિવ્યદર્શન, ઇસિત, મનોરથ, ઉપવન, દેવમંદિરગમન, સભા, વિમાન, માયા, ઇન્દ્રજાલ, સાધુવાદ, દાન, હાહાકાર, ચેલ-અંગુલિ – ભ્રમણ વગેરે શબ્દોની ‘વિવેક'(પૃ. ૧૨૦)માં સ્પષ્ટતા કરવામાં આવી છે. દિવ્યજનો એટલે “ગાંધર્વો વગેરે તેમનું દર્શન તે દિવ્યદર્શન. જે વસ્તુની પ્રાપ્તિ શક્ય હોય તે ઇસિત. પણ જેની પ્રાપ્તિ અશક્ય હોય તે મનોરથ. એ બન્નેની પ્રાપ્તિ. ઉપવન, દેવમંદિર વગેરેમાં જવું તે અદ્ભુતરસનો વિભાવ છે. કારણ કે ત્યાં જે સુંદર, ભવ્ય સરોવર તથા રચના છે તે બીજે ક્યાંય જોયેલી હોતી નથી. સભા એ ખાસ પ્રકારનો મંડપ છે. વિમાનો એટલે દિવ્યરથી. માયા, રૂપ બદલવું વગેરે પ્રકારની હોય છે. મંત્ર, દ્રવ્ય, હાથની ચાલાકી વગેરે વડે અસંભવ લાગતી વસ્તુ દર્શાવવી તે ઇન્દ્રજાલ. “શાબાશ” એમ કહેવું તે સાધુવાદ, દાન, ધન વગેરેનું હોય છે. હા - હા શબ્દ બોલવો તે હાહાકાર. વસ્ત્ર તેમ જ આંગળી ઘુમાવવી – ફેરવવી તે ચેલાંગુલિબ્રમણ’. આ શ્રી હેમચન્દ્રાચાર્યે કરેલું શાન્તરસનું નિરૂપણ મમ્મટ જ્યારે શાંતરસને વધારાનો રસ ગણે છે અને કેવળ કાવ્યમાં જ શાંતરસને સ્થાન આપવાનું વલણ દાખવે છે(કા. પ્ર. ૪.૨૭-૩૫), ત્યારે શ્રી હેમચન્દ્રાચાર્ય, બીજા અધ્યાયના બીજા જ સૂત્રમાં સ્પષ્ટપણે નવ રસોને માન્યતા આપીને, શાંતરસને પહેલેથી જ સંપૂર્ણ રસનો દરજ્જો આપી દે છે. આમ, અભિનવગુપ્તાચાર્યની જેમ જ, શ્રી હેમચન્દ્રાચાર્ય રસાધ્યાયના આરંભે જ, નિશ્ચયાત્મક રીતે, નવ રસોનો સ્વીકાર કરી લે છે અને હવે, સૂત્ર સત્તર(૨.૧૭, સળંગસૂત્ર ૪૩)માં શમરૂપ સ્થાયી ભાવવાળા શાન્તરસનું નિરૂપણ પ્રસ્તુત કરે છે : વૈરાગ્યાદિવિભાવો યમાનુભાવો પૃત્યાદિમવાર રમ: શત: 1 (૨.૧૭) અર્થાત્ “વૈરાગ્ય વગેરે વિભાવવાળો, યમનિયમરૂપ અનુભાવોવાળો અને ધૃતિ વગેરે વ્યભિચારી ભાવોવાળો, બધી જ અભિલાષાઓની સમાપ્તિરૂપ ‘તૃષ્ણાલય' એ સ્થાયી ભાવ આસ્વાદ્યમાન થતાં શાંતરસ કહેવાય છે.” ૩૨૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy