SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયનું ધડકવું, નાક-માં સંકોચવાં, નાક-મોં ઢાંકી દેવાં, ઘૂંકવું વગેરે અનુભાવોવાળી, તથા અપસ્માર, ઉગ્રતા, મોહ(મૂચ્છ), મૃત્યુ વગેરે વ્યભિચારી ભાવવાળી, સ્થાયીભાવરૂપ જુગુપ્સાનું આસ્વાદ્યમાન સ્વરૂપ એ જ બીભત્સરસ છે. ભવભૂતિના ‘માલતીમાધવ' નાટક(પૃ. ૧૬)નો જાણીતો શ્લોક નૃત્યોત્ય૦ એ બીભત્સરસનું લાક્ષણિક ઉદાહરણ(૧૧૫) છે.” અહીં નાટકનો નાયક માધવ, પ્રેતને શબ્દનું માંસ ખાતું જુએ છે તેનું જુગુપ્સાપ્રેરક વર્ણન છે. પહેલાં પ્રેત બની ચામડી ઊતરડે છે. પછી શબના ખભા, થાપા, પીઠ, પીંડી ઇત્યાદિ અવયવોના જલદીથી ખાઈ શકાય તેવા, દુગંધયુક્ત, માંસના લોચા ખાય છે. છતાં ભૂખથી પીડાતું એ ગરીબડું પ્રેત ચકળવકળ નેત્ર, દાંત કાઢતું, ખોળામાં મૂકેલી ખોપરીનું માંસ નિરાંતે ખાય છે. આ શ્લોકમાં શબ અથવા પ્રેત આલંબનવિભાવ છે, ચામડી ઊતરડવી, સડેલું માંસ ખાવું ઇત્યાદિ ઉદીપનવિભાવ છે અને એ બધું જોનાર માધવ નાક દબાવે, મોં ફેરવી લે, થેંકે વગેરે અનુભાવો છે, જયારે અપસ્માર ઉદ્વેગ વગેરે વ્યભિચારી ભાવો છે. આ રીતે પુષ્ટ થયેલો જુગુપ્તા સ્થાયી ભાવ અહીં બીભત્સરસ તરીકે આસ્વાદાય છે. અદ્ભુત રસ હવે પછીના સૂત્ર(૨.૧૬)માં ગ્રંથકાર અદ્ભુતરસનું નિરૂપણ કરે છે : दिव्यदर्शनादिविभावो नयनविस्ताराद्यनुभावो हर्षादिव्यभिचारी વિયોડભુતઃ I (૨.૧૬, સળંગ સૂત્ર ૪૨) અર્થાત્ “દિવ્ય જનોનાં દર્શન વગેરે વિભાવોવાળો, આંખો પહોળી કરવી વગેરે અનુભાવોવાળો, હર્ષ વગેરે વ્યભિચારી ભાવોવાળો, વિસ્મયરૂપ સ્થાયીભાવ આસ્વાદનો વિષય બને ત્યારે અદ્ભુતરસ કહેવાય છે.” વૃત્તિમાં સૂત્રાર્થ સ્પષ્ટ કરતાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે, “જેના વિભાવો દિવ્ય જનોનાં દર્શન, ઇસિત તથા મનોરથની પ્રાપ્તિ, ઉપવન તથા દેવમંદિર, સભા, સાત માળનો મહાલય વગેરેમાં પ્રવેશ તથા માયાવી અને જાદુઈ વસ્તુઓનું દર્શન કરવું વગેરે છે; જેના અનુભાવો નેત્રવિસ્તાર, અનિમેષ જોવું, રોમહર્ષ થવો, અશ્રુ, પરસેવો, શાબાશીના ઉદ્ગારો, દાન, હા-હા શબ્દો બોલવા, વસ્ત્ર તથા આંગળી ફેરવવી વગેરે છે; અને જેના વ્યભિચારી ભાવો હર્ષ, આવેગ, જડતા વગેરે છે તે વિસ્મયરૂપ સ્થાયી ભાવ આસ્વાદનો વિષય બને છે ૩૨૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy