SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વળી રાજાના મંત્રીઓ પોતાના સ્વામી અર્થાત્ રાજાના ભક્ત હોવાથી પણ તેમને રાજાનો ભય લાગે છે તેવો ભાવ પ્રદર્શિત કરે છે, જેમ કે ‘રત્નાવલી’ નાટિકા(૧.૭)માં રાજાનો મંત્રી યોગંધરાયણ કહે છે : ‘‘મારી મરજીથી ચાલનારો હું ખરેખર મારા રાજાથી ડરું છું.’’ વૃત્તિમાં પણ ગ્રંથકાર આ જ મુદ્દાની છણાવટ કરે છે. ‘‘રાજા વગેરે ઉત્તમ પુરુષો, ગુરુ વગેરે પ્રત્યે કૃત્રિમ(દેખાવનો) ભય શા માટે દર્શાવે છે ? અને એ માટે આછાં કંપન વગેરે કેમ પ્રગટ કરે છે ? અને જો કૃત્રિમતા છે તો તે કેવળ ભયની જ શા માટે ? બધા રસોમાં કૃત્રિમતા હોઈ શકે છે. જેમ કે, પૈસાને માટે વેશ્યા કૃત્રિમ પ્રેમ દર્શાવે જ છે ને !’ આનો, જવાબ ગ્રંથકાર પોતે જ આપે છે. તેઓ કહે છે કે, ‘‘ગુરુ વગેરે તરફ જ્યારે રાજા વગેરે ઉત્તમ પુરુષો ભય પ્રગટ કરે છે,ત્યારે ગુરુ અને વિનમ્રતા સમજે છે અને મૃદુ કંપનાદિ વર્તનથી એને અધમ પુરુષ નહિ પણ ઉત્તમ પુરુષ સમજે છે. આમ, કૃત્રિમ ભયથી એક વિશિષ્ટ પ્રયોજન સિદ્ધ થાય છે. પણ તદ્દન બનાવટી કે કૃત્રિમ પ્રેમ દાખવતી વેશ્યાના દાખલાથી જીવનનો કોઈ પુરુષાર્થ કે હેતુ સિદ્ધ થતો નથી. એટલે ત્યાં સાચો રસ પણ હોતો નથી. અને જ્યાં રાજા વગેરે ઉત્તમ પુરુષો બીજાની ઉપર અનુગ્રહ કરવા માટે કે પરોપકારાર્થે ગુસ્સો, વિસ્મય વગેરે દર્શાવે છે ત્યાં પણ ગુસ્સો વગેરે ભાવો ક્ષણિક હોવાથી એ વ્યભિચારી હોય છે, સ્થાયી નથી હોતા.’’(સૂત્ર ૨.૧૫ની વૃત્તિ). બીભત્સરસ બીજા અધ્યાયના સોળમા સૂત્ર(૨.૧૬)માં ગ્રંથકાર બીભત્સરસનું નિરૂપણ કરે છે. अहृद्यदर्शनादिविभावाङ्गसंकोचाद्यनुभावापस्मा रादिव्यभिचारिणी जुगुप्सा વૌબત્ત: II (૨.૧૫, સળંગ સૂત્ર ૪૧) અર્થાત્ “બીભત્સરસનો સ્થાયી ભાવ જુગુપ્સા છે. અરુચિકર વસ્તુઓનું દર્શન વગેરે એના વિભાવો છે, શરીરનાં અંગો સંકોચવાં વગેરે એના અનુભાવો છે અને અપસ્માર વગેરે એના વ્યભિચારો ભાવો છે.” વૃત્તિમાં સૂત્રનો અર્થવિસ્તાર કરતાં ગ્રંથકાર કહે છે, ‘‘અરુચિકર અથવા અણગમતી વસ્તુ, વમન(ઊલટી), ઘા(જખમ), દુર્ગન્ધયુક્ત સ્થાન, કૃમિ તથા કીડા વગેરેના દર્શન કે શ્રવણરૂપ વિભાવવાળી, શરીરનાં અંગોને સંકોચવાં, ૩૨૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy