SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ विकृतस्वरश्रवणादिविभावं करकम्पाद्यनुभावं શાતિવ્યોમવાર મયં ભયાન: I (૨.૧૫) અર્થાત્ “ભય એ ભયાનક રસનો સ્થાયી ભાવ છે. પિશાચો વગેરેના વિકૃત અવાજો (અટ્ટહાસ્ય વગેરે) સાંભળવા વગેરે એના વિભાવો છે, હાથ કાંપવા વગેરે એના અનુભાવો છે, શંકા વગેરે એના વ્યભિચારી ભાવો છે.” વૃત્તિમાં સ્ત્રાર્થ વિસ્તારથી રજૂ થયો છે. “ભય એ ભયાનક રસનો સ્થાયી ભાવ છે જે સ્ત્રી તથા નીચ પ્રકૃતિના પુરુષોમાં સ્વાભાવિક તેમ જ ઉત્તમ પુરુષોમાં કૃત્રિમરૂપે હોય છે. આ ભયરૂપ સ્થાયી ભાવનું આસ્વાદ્યમાન સ્વરૂપ એ જ ભયાનક રસ છે; આ ભયના વિભાવો છે : પિશાચો વગેરેના વિકૃત અવાજો સાંભળવા, ભૂત, પિશાચ દેખાવા, પોતાના સંબંધીઓનાં વધ, બન્દન વગેરે જોવા કે સાંભળવાં, સૂના ઘરમાં કે જંગલમાં જવું વગેરે. એના અનુભાવો છે હાથ કાંપવા, દૃષ્ટિ ચંચળ થવી, (ભયને લીધે) આમ તેમ જોવું, હૃદયનું વેગથી ધબકવું, પગ કાંપવા, ગળું અને કંઠ સુકાઈ જવાં, મુખનો રંગ ઊડી જવો(વિવર્ણતા) તેમ જ અવાજ બદલાઈ જવો વગેરે. એના વ્યભિચારી ભાવો છે – શંકા, અપસ્માર. મરણ, ત્રાસ, ચપળતા, આવેગ, દે, મોહ વગેરે. આ ભયાનક રસનું પ્રસિદ્ધ ઉદાહરણ (૧૧૪) કાલિદાસના “શાકુન્તલ' નાટક(૧.૭)માં મળે છેગ્રીવામાપિરામ્... ઇત્યાદિ. આ શ્લોકમાં દુષ્યન્ત(આલંબનવિભાવ)ના બાણપ્રહાર(ઉદીપનવિભાવ)થી ભાગેલું હરણ વારંવાર રથ તરફ પાછું વળીને જુએ છે ને તીવ્ર ગતિથી ભાગે છે(અનુભાવ) તેનું હૃદયંગમ વર્ણન છે. શંકા, ચપળતા, આવેગ, દૈન્ય વગેરે અહીં વ્યભિચારી ભાવ છે. આ બધાથી પુષ્ટ થયેલો ભય નામનો સ્થાયી ભાવ આસ્વાદનો વિષય બને છે – એ જ ભયાનક રસ છે. ઉત્તમ પુરુષોનો ભય સ્વાભાવિક નથી હોતો, માત્ર વિનય હોય છે વૃત્તિમાં “સ્ત્રીઓ તથા નીચ પ્રકૃતિના પુરુષોમાં આ ભય સ્વાભાવિક રીતે હોય છે' એમ કહ્યું છે તેના અનુસંધાનમાં ગ્રંથકાર “વિવેક' વ્યાખ્યા(પૃ. ૧૧૮)માં સ્પષ્ટતા કરે છે કે, “ઉત્તમ તેમ જ મધ્યમ પ્રકૃતિના પુરુષોમાં સ્વાભાવિકરૂપે ભય નથી હોતો, જ્યારે સ્ત્રીઓ તથા નીચ પ્રકૃતિના માણસોમાં એ સ્વાભાવિકરૂપે હોય છે. મોટા માણસોમાં આ ભય કૃતકરૂપે (દેખાવ પૂરતો જ) હોય છે. એવા ઉત્તમ પુરુષો અંદરથી ભયમુક્ત હોય છે. પણ વિનયવશાત્ તેઓ ગુરુનો તથા રાજાનો ભય પોતાની અંદર દર્શાવે છે. આ રીતે તેમનું ઉત્તમપણું વધારે ગૌરવપૂર્ણ લાગે ૩૨૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy