________________
તેથી તે તાત્કાલિક બદલો લેવામાં સંતોષ માનતો નથી. અને વીરરસના નાયકને પોતાના કાર્ય વિશે ખોટા ખ્યાલો(મિથ્યાજ્ઞાન) નથી હોતા. જ્યારે રૌદ્રરસનો નાયક અહંકાર, સમ્મોહ અને નિરાશાનો ભોગ બનેલો હોય છે. એવો નાયક શત્રુનો નાશ કરવા માટે કપરી તથા અનુચિત યુક્તિઓ અજમાવી યુદ્ધ કરે તે સંભવિત છે. વળી એની અંદર મમત્વ પણ વધારે હોય છે. આ પ્રકારે વીરરસ અને રૌદ્રરસ વચ્ચે વિવેક કરવો જરૂરી છે.
સૂત્ર(૨.૧૪)માં નિયઃિ એ શબ્દ છે. એની વિસ્તારપૂર્વક સમજૂતી વિવેક વ્યાખ્યા(પ. ૧૧૭)માં આપવામાં આવી છે. આ સમજૂતી મુજબ, “નય” એટલે સન્ધિ વગેરે (સબ્ધિ, વિગ્રહ, યાન, આસન, સંશ્રય તથા વૈધીભાવરૂપ રાજનીતિના 9) ગુણોનો અર્થાત્ “પાડગુણ્યનો ઉચિત પ્રયોગ કરવો તે; વિનય એટલે ઇન્દ્રિયો પર વિજય મેળવવો તે; અસંમોહપૂર્વક અધ્યવસાય કરવો એટલે વસ્તુતત્ત્વનો, ભ્રમમાં રહ્યા વગર, નિશ્ચય કરવો અર્થાત્ સફળતાપૂર્વક મંત્રણાઓ કરવી; “બલ’ એટલે હાથી, ઘોડા, રથ અને પાયદળરૂપ ચતુરંગિણી સેના; શક્તિ” એટલે આક્રમણ તથા યુદ્ધ વગેરેમાં જે સામર્થ્ય હોવું ઘટે તે; “પ્રતાપ” એટલે શત્રુને સંતાપ કરાવનારી પ્રસિદ્ધિ; “પ્રભાવ” એટલે ઉત્તમકુળ, ધન, મંત્રી વગેરેની સંપત્તિ અને “વૈશારદ્ય' એટલે સામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાયોમાંથી એક, બે ત્રણ કે ચારની જરૂર પ્રમાણે પ્રયોગ કરવો તે.
વીરરસના ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર એ ત્રણ પ્રકારની સમજૂતી આપતાં ગ્રંથકાર વિવેક(પૃ. ૧૧૭)માં કહે છે કે આમ તો ધર્મ, દાન અને યુદ્ધ એ ત્રણેય અનુભાવરૂપ છે; પણ જયારે એ ત્રણ, દરેક વીર નાયકમાં રહેલા હોય છે ત્યારે તે તે વિભાવરૂપ હોય છે અને એ ધર્મ વગેરે ત્રણના ભેદને કારણે વીરરસ ત્રિવિધ છે. ભરતમુનિએ પણ નાટ્યશાસ્ત્ર(૬.૭૩)માં કહ્યું જ છે કે –
दानवीरं धर्मवीरं युद्धवीरं तथैव च ।
रसं वीरमपि प्राह ब्रह्मा त्रिविधमेव हि ॥ અર્થાત્ દાનવીર, ધર્મવીર તેમ જ યુદ્ધવીર એવા વીરરસના ત્રણ પ્રકારો બ્રહ્માએ કહેલા છે. ભયાનકરસ
હવે પછીના સૂત્ર(૨.૧૫, સળંગસૂત્ર ૪૦)માં ગ્રંથકાર ભયાનકરસનું નિરૂપણ કરે છે.
૩૨૩