________________
नयादिविभावः स्थैर्याद्यनुभावो धृत्यादिव्यभिचार्युत्साहो धर्मदानयुद्धभेदो વીર: . (૨.૧૪)
અર્થાત્, “વીરરસ ત્રણ પ્રકારનો છે. ૧. ધર્મવીર, ૨. દાનવીર અને ૩. યુદ્ધવીર. ઉત્સાહ એ વીરરસનો સ્થાયી ભાવ છે. નીતિ(રાજનીતિ) વગેરે એના વિભાવો છે, ધૈર્ય વગેરે એના અનુભાવો છે, અને ધૃતિ વગેરે એના વ્યભિચારી ભાવો છે.”
- વૃત્તિમાં સૂત્રાર્થ વિસ્તારથી સમજાવતાં ગ્રંથકાર કહે છે : “પ્રતિનાયક(પ્રતિપક્ષી વીર)ની અંદર રહેલાં નીતિ(રાજનીતિ), વિનય(ઇન્દ્રિયવિજય), અસમ્મોહ(ભ્રમ વગેરેનો અભાવ), અધ્યવસાય(નિશ્ચય), બલ(સૈન્ય), શક્તિ(તાકાત), પ્રતાપ, પ્રભાવ, પરાક્રમ, આક્ષેપ વગેરે વીરરસના વિભાવો છે. સ્થિરતા, વીરતા, શૌર્ય, ગંભીરતા, ત્યાગ, સામ, દામ, દંડ, ભેદમાં વિશારદપણું વગેરે એના અનુભાવો છે; અને ધૃતિ, સ્મૃતિ, ઉગ્રતા, ગર્વ, અમર્ષ, મતિ, આવેગ, હર્ષ વગેરે એના વ્યભિચારી ભાવો છે અને ચર્વણાયોગ્ય(આસ્વાદ્ય) બનેલો ઉત્સાહ એનો સ્થાયી ભાવ છે. એ વીરરસ ૧. ધર્મવીર, ૨. દાનવીર અને ૩. યુદ્ધવીર એમ ત્રણ પ્રકારની હોય છે. આ ત્રણેય પ્રકારના વીરરસનું એકત્ર ઉદાહરણ (૧૧૩) મળે છે નત્વા સાવાનુવ... એ કાવ્યાદર્શ'(૨.૨૮૪)માંથી અહીં ઉદ્ધત કરેલા શ્લોકમાં. એ શ્લોકનો અર્થ છે: “સમુદ્રસહિતની (સંપૂર્ણ) પૃથ્વીને જીત્યા વિના(યુદ્ધવીર બન્યા વિના), વિવિધ પ્રકારના (અનેક) યજ્ઞો કર્યા વિના(ધર્મવીર બન્યા વિના) તથા વાચકોને મનવાંચ્છિત દાન(ધન) આપ્યા વિના (દાનવીર બન્યા વિના) હું રાજા (નામને પાત્ર) કેવી રીતે બની છે શકું?” (અર્થાત્ ખરો રાજા યુદ્ધવીર, ધર્મવીર અને દાનવીર હોય જ.).
વૃત્તિમાં જ ગ્રંથકાર સ્પષ્ટતા કરે છે કે શ્રીહર્ષના “નાગાનન્દ નાટકનો નાયક જીમૂતવાહન એ ધર્મવીરનું દૃષ્ટાન્ત છે, પરશુરામ, બલિરાજા વગેરે દાનવીરનાં દૃષ્ટાંતો છે અને ભવભૂતિના “મહાવીરરચિત’ નાટકમાં રામનું પાત્ર યુદ્ધવીરનો આદર્શ દાખલો છે.
આગળ જતાં, ચૌદમા સૂત્ર(૨.૧૪)ની વૃત્તિના અંતે, ગ્રંથકાર રૌદ્રરસ અને વીરરસ વચ્ચેનો મુખ્ય તફાવત દર્શાવે છે. જેથી અભ્યાસીને ગૂંચવાડો ન થાય. આપણે યાદ રાખવાનું છે કે વીરરસમાં આપત્તિરૂપી કીચડમાં ફસાઈ જવાનું કે થગિત થઈ જવાનું નથી હોતું. વળી, વીરરસનો નાયક ઉદાત્ત ધ્યેયવાળો હોય છે
૩૨૨