SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ રૌદ્રરસ (૨.૧૩) હવે ગ્રંથકાર રૌદ્રરસનું નિરૂપણ કરે છે(સળંગ સૂત્ર ૩૮) : दारापहारादिविभावो नयनरागाद्यनुभाव औपयादि व्यभिचारी क्रोधो रौद्रः ॥ (२.१३) અર્થાત્ “રૌદ્રરસનો સ્થાયી ભાવ ક્રોધ છે. પત્નીનું અપહરણ વગેરે એના વિભાવો છે. આંખો લાલ થવી વગેરે એના અનુભાવો છે, અને ઔય(ઉગ્રતા) વગેરે એના વ્યભિચારી ભાવો છે.” વૃત્તિમાં સૂત્રનું પૂરું વિવરણ છે : “પત્નીનું અપહરણ; દેશ, જાતિ, કુળ, વિદ્યા, કર્મ વગેરેની નિંદા; જૂઠાં વચનો બોલવા (વગેરે અધિક્ષેપ, દોષારોપણ), ઘરના નોકરો વગેરેને પીડવા, મારી નાખવું વગેરે પ્રકારની ધમકીના બોલ બોલવા (વાક્યારુષ્ય), દ્રહ કરવો, અસૂયા કે માત્સર્ય દાખવવું (તથા રાજ્ય લઈ લેવું) વગેરે રૌદ્રરસના વિભાવો છે; લાલઘૂમ આંખો કરવી, ભ્રકુટી ચઢાવવી, દાંત-હોઠ કચકચાવવા, ગાલ ફફડાવવો, હાથના અગ્રભાગને મસળવો, મારવું, પીડવું, હથિયાર લેવું, શસ્ત્રપ્રહાર કરવો, લોહી કાઢવું, છેદન કરવું વગેરે રૌદ્રરસના અનુભાવો છે, અને ગ્ય, આવેગ, ઉત્સાહ, વિબોધ, અમર્ષ, ચાલતા વગેરે રૌદ્રરસના વ્યભિચારી ભાવો છે. ક્રોધ સ્થાયી ભાવ છે. એની ચર્વણા જ રૌદ્રરસ છે. રોદ્રરસનું ઉદાહરણ (૧૧૨) “વણી સંહાર’ નાટક(૧.૨૧)ના વમુનભ્રમિત એ પ્રસિદ્ધ શ્લોકમાં મળે છે. આ શ્લોકમાં ક્રોધાવિષ્ટ ભીમસેન દ્રૌપદી સમક્ષ તેના અપમાનનો બદલો લેવા માટે, ભીષણ પ્રતિજ્ઞા કરે છે તેનું આલેખન છે. ભીમ કહે છે કે - મારા ખૂબ વેગપૂર્વક ઘુમાવેલા હાથોથી ફેરવેલી ભયંકર ગદાથી જેની બને સાથળો ચૂરેચૂરા થઈ ગઈ છે તેવા દુર્યોધનના તાજા, ઘટ્ટ અને ચીકણા લોહીથી લાલ બનેલા મારા હાથો વડે, હે દેવી(દ્રોપદી), હું તારા છૂટા મૂકેલા વાળને બાંધીશ.” વિવેકમાં આ શ્લોકનું માર્મિક સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે તે જોઈ લેવા જેવું છે(પૃ. ૧૧૧). ધ્વન્યાલોક(૨.૯ વૃત્તિ)માં પણ આ શ્લોક રજૂ થયો છે. ત્યાં આનંદવર્ધન કહે છે કે, રૌદ્ર વગેરે રસો ભારે દીપ્તિ એટલે કે ઉજજવળતા ઉત્પન્ન કરે છે. તેથી એ રસોને જ ઉપચારથી દીપ્તિ કહે છે. એ દીપ્તિને વેણીસંહારના ઉપરોક્ત શ્લોકમાં અભિવ્યક્તિ મળી છે- દીર્ઘ સમાસરચનાથી અલંકૃત વાક્યમાં.” વીરરસ - હવે પછીના સૂત્ર(૨.૧૪, સળંગ સૂત્ર ૩૯)માં ગ્રંથકાર વીરરસનું નિરૂપણ કરે છે : ૩૨૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy