________________
- “રાધાના સુવર્ણ-કલશ જેવા નિર્મળ સ્તનમંડળમાં કૃષ્ણનું નવા મેઘ જેવું સ્વરૂપ પ્રતિબિંબિત થયું હતું. પણ કૃષ્ણ અને રાધાની વાદળી ઓઢણી સમજીને વારંવાર ખેચવા માંડી. આ જોઈને, રાધા ખૂબ હસી પડી અને કૃષ્ણ પણ પોતાની મૂર્ખતા જોઈ જાત પર ખૂબ જ હસવા લાગ્યા. એવા કૃષ્ણનો જય થાઓ.” કરુણ રસ
હવે પછીના સૂત્ર(૨.૧૨, સળંગ સૂત્ર ૩૭)માં શ્રી હેમચન્દ્રાચાર્ય કરુણ રસનું સ્વરૂપ સમજાવે છે.
इष्टनाशादिविभावो दैवोपालम्भाद्यनुभावो
૩:૪મયવ્યનવારી શો: : !! (૨.૧૨). એટલે કે, “ઇષ્ટ જનનો નાશ વગેરે વિભાવોવાળો, દુર્ભાગ્યને ઠપકો આપવો વગેરે અનુભાવોવાળો અને દુઃખાત્મકવ્યભિચારી ભાવોવાળો, શોક(સ્થાયીભાવ)રૂપ કરુણ રસ છે.”
વૃત્તિમાં સૂત્રાર્થ સમજાવતાં ગ્રંથકાર કહે છે: “ચિત્તવૈધુર્યથી યુક્ત શોકરૂપ સ્થાયી ભાવ જ્યારે ચર્વણાગોચર બને છે ત્યારે તે કરુણરસ કહેવાય છે. પ્રિયજનનો વિયોગ, અનિષ્ટની પ્રાપ્તિ વગેરે એના વિભાવો છે; ભાગ્યને દોષ દેવો, નિસાસા નાખવા, તાણો આવવી, મોં સુકાવું, અવાજ ફાટી જવો, આંસુ પાડવાં, નિસ્તેજ કે ફિક્કા પડી જવું, મૂર્છા આવવી, બેભાન થવું, કાપવું, જમીન પર આળોટવું, ગાત્રો ઢીલાં પડી જવા, આક્રન્દ કરવું વગેરે એના અનુભાવો છે; અને નિર્વેદ, ગ્લાનિ, ચિંતા, ઉત્સુકતા, મોહ, શ્રમ, ત્રાસ, વિષાદ, દીનતા, વ્યાધિ, જડતા, ઉન્માદ, અપસ્માર, આળસ, મરણ વગેરે દુઃખાત્મક ભાવો એના વ્યભિચારી ભાવો છે. “કુમારસંભવ' મહાકાવ્યમાં ચોથા સર્ગમાં આવતા મયિ નીવિતનાથ નીવરિ II (૪.૩) વગેરે રતિના વિલાપો કરુણરસના ઉદાહરણરૂપ છે(વૃત્તિ ઉદા. ૧૧૧).” અહીં મૃત કામદેવ આલંબનવિભાવ છે, એની ભસ્મ વગેરે ઉદીપનવિભાવ છે, રતિનો વિલાપ વગેરે અનુભાવ છે તથા દૈન્ય, ગ્લાનિ વગેરે વ્યભિચારી ભાવો છે. આ બધાથી પુષ્ટ થયેલો શોકરૂપ સ્થાયી ભાવ આસ્વાદાતાં કરુણરસ કહેવાય છે.
આમ હૃદયના દુઃખરૂપ “શોક સ્થાયી ભાવ, સાધારણીકરણ વડે સર્વસાધારણરૂપથી આસ્વાદ્યમાન બને છે તે જ કરુણરસ કહેવાય છે.
૨૦.