SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાવોને નિહાળ્યા ન હોય તોય માણસ હસતો હોય તેવું જીવનમાં(લોકમાં) જોવા મળે છે. એવી જ રીતે, વિભાવ વગેરેને જોવા છતાં પણ ગંભીર સ્વભાવના માણસો હસતા નથી પણ પારકાના હાસ્યને જોઈને, તે વખતે હસ્યા વગર રહી શકતા નથી. જેમ ખાટાં દાડમ, આમળાં વગેરેનો રસાસ્વાદ, બીજાને મોંમાં પણ પાણી છૂટવા માટે કારણભૂત બને છે તેમ જ હાસ પણ ચેપી(સંક્રમણ-સ્વભાવવાળું) હોય છે. પણ બીજા સ્થાયી ભાવો (સંક્રમણશીલ) હોતા નથી. સ્વામીના શોકને લીધે નોકરને જે શોક થાય છે તે બીજી જ વસ્તુ છે. એમાં તો શોકયુક્ત સ્વામી જ નોકરના શોકન વિભાવ છે એટલે ત્યાં વિભાવની ભિન્નતા છે. પણ અહીં તો એ જ વિભાવવાળો હાસ જ બીજાની અંદર સંક્રાન્ત થાય છે એમ સમજવાનું છે. ઉત્તમ પ્રકૃતિમાં જે સ્મિત હોય છે તે બીજામાં સંક્રાન્ત થતાં હસિત બને છે; એમ જ મધ્યમ પ્રકૃતિમાં જે વિહસિત છે તે સંક્રાન્ત થતાં ઉપસિત થાય છે; અને અધમ પ્રકૃતિમાં જે અપહસિત છે તે સંક્રાન્ત થતાં અતિહસિત બને છે. સ્મિતનું ઓછાપણુ(ઇષત્તા) જતું રહેતાં હસિત બને છે, અને તેના કરતાં પણ વધારે હોય તો વિહસિત અને તેના કરતાંય વધુ તે ઉપહસિત, તેથીય વધારે કે અતિશય તે અતિહસિત. આમ, જુદા જુદા ઉપસર્ગોને કારણે જુદો જુદો અર્થ થાય છે.” ગ્રંથકારે આ વિવરણ અભિનવગુપ્તને અનુસરીને આપેલું છે અને ભરતનાટ્યશાસ્ત્રની ત્રણ કારિકાઓ(૬.૫૫,૫૭, ૫૯) વડે પરસ્થ હાસ્યના ત્રણ પ્રકારો સમજાવ્યા છે. આ પ્રમાણે હાસના પ્રકારો નિરૂપીને શ્રી હેમચન્દ્રાચાર્ય હવે વૃત્તિમાં “આત્મસ્થ’ અને પરસ્થ હાસનાં બે ઉદાહરણો(૧૦૯, ૧૧૦) રજૂ કરે છે. “શૃંગારતિલક (૩.૯)માંથી ઉદ્ધત કરેલો પાણી સંગમુળ:૦એ શ્લોક“આત્મસ્થ હાસનો સરસ દાખલો છે. પાર્વતીને વરવા નીકળેલા ભગવાન શિવે, પાર્વતીનું ધ્યાન આકર્ષવા જે વિચિત્ર વેષાદિ ધારણ કર્યા છે તેનું આ શ્લોકમાં કવિએ સચોટ શબ્દાલેખન કર્યું છે. પોતાની જાત તરફ જોઈને શિવજી હસતાં હસતાં કહે છે : “પાર્વતીનાં નેત્રોને લલચાવવા મેં આ વરરાજાનો સુંદર વેષ ધર્યો છે – વાકિ સાપનું એક હાથમાં કંકણ પહેર્યું છે; મારું ત્રીજું નેત્ર અગ્નિની જવાળાઓ ફેંકે છે; મારો કંઠ, હળાહળ ઝેર પીવાથી કાળોમેંશ છે અને હાથીનું ચામડું એ મારો પહેરવેશ છે; આમ કહીને, ગાલ ફુલાવીને હાસ્ય વેરતા પશુપતિ-(શિવ) તમારું રક્ષણ કરો.” પરસ્થ' હાસના ઉદાહરણ તરીકે ‘કવીન્દ્રવનચન'નો એક શ્લોક(૪૯) રજૂ કરવામાં આવ્યો છે. જેમાં બીજાનું હાસ જોઈને હસવું ઉત્પન્ન થાય છે તેને દાખલો મળે છે – ૩૧૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy