________________
હાસ છે. બીજા પ્રકારનો હાસ, ‘વિહસિત' એટલે કે મૃદુ હાસ્ય છે,જ્યારે અપતિ એ અસંગત, કવેળાનું અને અનુસિચ હાસ છે. સ્મિત ઉત્તમ પ્રકારના લોકોમાં જોવા મળે છે, વિહસિત એ મધ્યમ પ્રકારના લોકોમાં જોવા મળે છે, જ્યારે અપહસિત હાસ નીચ(અધમ) પ્રકૃતિના લોકોમાં જોવા મળે છે. આમ ‘આત્મસ્થ’ હાસ ત્રિવિધ છે ઃ સ્મિત(ઉત્તમ), વિહસિત(મધ્યમ) અને અપહસિત(અધમ). પોતાના વિચારોના સમર્થનમાં શ્રીહેમચન્દ્રાચાર્યે ભરતમુનિના ‘નાટ્યશાસ્ત્ર’ના છઠ્ઠા અધ્યાયમાંથી ત્રણ કારિકાઓ(૫૪, ૫૬, ને ૫૮) વૃત્તિમાં ઉષ્કૃત કરી છે(અવતરણ - ૧૦, પૃ. ૧૧૪). આ ત્રણ કારિકાઓ અનુસાર ૧. ‘જરાક વિકસેલા ગાલો અને સૌષ્ઠવથીયુક્ત કટાક્ષોવાળું, દાંત ન દેખાય તેવું ઉત્તમ પુરુષોનું ધીર સ્મિત હોય છે(૬.૫૪), ૨. આંખ અને ગાલ સંકોચાઈ જાય, મુખ ખુશીથી રાતું થઈ જાય તેવું, સમય પર થનારું, અવાજવાળું (સસ્વન) અને મધુર હોય તે વિહસિત કહેવાય છે; અને ૩. આંખમાં આંસુ આવી જાય, ખભા તથા મસ્તક જોશથી હાલવા માંડે અને જે ખોટા વખતે (શ્રવણકટુ લાગે તેવી રીતે) કે સ્થળે પ્રગટ થાય તે અપહસિત કહેવાય છે.’’
હવે પછીના સૂત્ર(૨.૧૧, સળંગ સૂત્ર ૩૬)માં શ્રીહેમચન્દ્રાચાર્ય ‘પરસ્થ’૮ હાસના પ્રકારો અને સ્વરૂપ સમજાવે છેં :
તત્સમઐહસિતોપહસિતાતિđિ: પથ્થોઽપિ ।। (૨.૧૧). અર્થાત્ એ-(સ્મિતાદિ) જ્યારે બીજામાં સંક્રાન્ત થાય છે ત્યારે તે ત્રણ(સ્મિત, વિહસિત અને અપહસિત) અનુક્રમે, ઉત્તમ, મધ્યમ અને અધમ માણસોમાં, ‘હસિત’, ‘ઉપહસિત’ અને ‘અતિહસિત’ એવા ‘પરસ્થ’ હાસના ત્રણ પ્રકારરૂપે જોવા મળે છે.
વૃત્તિમાં સૂત્રાર્થની પૂર્તિ કરતાં ગ્રંથકાર લખે છે કે “એ સ્મિત વગેરે બીજામાં સંક્રાન્ત થાય છે ત્યારે ઉત્તમ વગેરે પુરુષોમાં તે અનુક્રમે સિત વગેરે ‘પરસ્થ’ કે પરહસિત હાસનાં ત્રણરૂપો બને છે.'' વૃત્તિમાં નાટ્યશાસ્ત્રની ત્રણ ` કારિકાઓ(૬.૫૫, ૫૭, ૫૯)ના ત્રણે પ્રકારો સમજાવ્યા છે ઃ ૧. મોં અને આંખો ખીલી જાય, ગાલ વધારે વિકસે અને દાંત જરાક દેખાય તે ‘હસિત’; ૨. નાક ફૂલે, આંખો ત્રાંસું જુએ ને અંગ તથા મસ્તક ઝૂકી જાય તે ‘ઉપહસિત;’ પણ ૩. આંખોમાં આંસુ આવે, સાંભળવું ન ગમે, પાંસળી હાથથી દબાવવી પડે તેવું જોરદાર હાસ તે અતિહસિત.’
‘વિવેક’માં(પૃ. ૧૧૪૫૨)વૃત્તિના ‘સંક્રાન્ત્યા’ એ શબ્દને લઈને ગ્રંથકાર આ વિષયનું જરાક વધારે વિસ્તૃત વિવરણ આપે છે : ‘‘બીજાને હસતો જોઈને, પોતે
૩૧૮