________________
હાસ્યરસ હવે પછીના સૂત્ર(૨.૯, સળંગ સૂત્ર ૩૪)માં હાસ્યરસનું નિરૂપણ છે :
विकृतवेषादिविभावो नासास्पन्दनाद्यनुभावो
નિદ્રાદ્રિવ્યમવારો દાસ 1: || (૨.૯) અર્થાત્ “વિચિત્ર વેશ વગેરે વિભાવવાળો, નાક, હોઠ, ગાલ ફુલાવવા વગેરે અનુભાવવાળો અને નિદ્રા વગેરે વ્યભિચારીભાવવાળો, હાસ્યરૂપ સ્થાયી ભાવવાળો “હાસ્યરસ' કહેવાય છે.”
વૃત્તિમાં સૂત્રાર્થ સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે કે, “દેશ, કાળ, ઉંમર, વર્ણથી વિપરીત હોવાને લીધે જે વેષ, કેશબન્ધ વગેરે વિચિત્ર, વિલક્ષણ હોય છે તે હાસ્યરસના વિભાવો છે. સૂત્રમાં વેષાદિ કહ્યું છે તેમાં જે “આદિ' (વગેરે) શબ્દ છે તેનાથી હાસ્યના વિભાવોમાં નાચવું, બીજાની ચાલ-ઢાલ વગેરેનું અનુકરણ કરવું, ખોટો પ્રલાપ કરવો અને ખોટાં ઘરેણાંનો ઠઠારો કરવો એ બધાનો સમાવેશ થાય છે. નાક, હોઠ, ગાલ ફુલાવવા, ડોળા કાઢવા, થોડાક મીંચવા, પરસેવો થવો, મુખની લાલાશ, પેટ પકડવું વગેરે હાસ્યના અનુભાવો છે. ઊંઘણશીપણું, અંદરના ભાવો છુપાવવા, લજ્જા, આળસ વગેરે હાસ્યના વ્યભિચારીભાવો છે અને “હાસ' એ એનો સ્થાયી ભાવ છે જે આસ્વાદયોગ્ય બનતાં હાસ્યરસ કહેવાય છે. આ હાસ્યરસ ૧. આત્મસ્થ અને ૨. પરસ્થ એમ બે પ્રકારનો હોય છે.”
. આ નિરૂપણ ભરતમુનિએ નાટ્યશાસ્ત્રના છઠ્ઠા અધ્યાયમાં આપેલા હાસ્યરસના નિરૂપણ અનુસાર છે. “આત્મસ્થ’ અને ‘પરસ્થ” હાસ્ય એવા બે વિભાગ પણ ભરતમુનિએ દર્શાવેલા છે અને કહ્યું છે કે, “ય સ્વયં સતિ તો માત્મક યા તુ પરં હાસતિ તદ્દા પરસ્થ: ( અર્થાતુ કોઈ જ્યારે સ્વયં હસે છે ત્યારે “આત્મસ્થ હાસ્ય કહેવાય છે, પણ જ્યારે તે બીજાને હસાવે છે ત્યારે એ પરસ્થ” હાસ્ય કહેવાય છે. જોકે અભિનવગુપ્તના મતે “સ્વગત” હાસ્ય “આત્મસ્થ” છે અને જે બીજામાં સંક્રાન્ત હાસ્ય છે તે પરસ્થ છે એવો અર્થ લેવો જોઈએ.' - શ્રીહેમચન્દ્રાચાર્ય બે સૂત્રો(૨.૧૦, ૨.૧૧)માં આ બે હાસ્યભેદોનું નિરૂપણ કરે છે ૩ત્તમમધ્યમાધમેવુ મિતવિસતાપસિતૈઃ સ માત્મા (૨.૧૦)
અર્થાત્ ઉત્તમ, મધ્યમ અને અધમ પાત્રોમાં અનુક્રમે, સ્મિત, હસિત અને અપકસિત ત્રણ પ્રકારનાં “હાસ” જોવા મળે છે. આખું સ્મિત એ શ્રેષ્ઠ પ્રકારનો
૩૧૭