SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ પ્રણયમાં ઝઘડેલાં બે જણ રૂસણાં લઈને ઊંધવાનો ખોટો દેખાવ કરી રહ્યાં છે; પણ બન્ને જણ ઉત્કંઠાપૂર્વક એકબીજાના મહાન પ્રયત્નોથી દબાવેલા નિશ્વાસ સાંભળવા એકકાન થઈ રહ્યાં છે. આમ આ ઉદાહરણમાં સ્ત્રી-પુરુષ બન્નેના પ્રણયકોપનું આલેખન થયું છે. પણ ઇર્ષ્યામાન (ઇર્ષ્યાને લીધે થતો રોષ) એ માનવિપ્રલંભનો બીજો પેટાપ્રકાર છે. એ માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે. અને ઉદા. શ્લો. ૧૦૬માં એનું દૃષ્ટાંત મળી રહે છે. આ શ્લોકમાં કોપાયમાન પાર્વતી શંકરને ઠપકો આપે છે કે તમે સંધ્યા(સ્ત્રી) સમક્ષ નમો છો અને જટામાં નદી(સ્ત્રી)ને રાખો છો. હવે સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજી નીકળ્યાં છે - એમને લઈ લો. ઝેર શા માટે પીઓ છો ? મને અડકશો નહીં હવે ! પ્રવાસવિપ્રલંભ એ વિપ્રલંભનો ત્રીજો પ્રકાર છે. સૂત્ર આઠમાં(સળંગ સૂત્ર ૩૩માં) એની સમજૂતી આપી છે. ાર્યશાપસંભ્રમ: પ્રવાસ: ॥ મહત્ત્વની કામગીરી, શાપ કે કોઈ કુદરતી આપત્તિ, આક્રમણ કે વાવાઝોડાથી ઉત્પન્ન થતા ગભરાટને કારણે પ્રવાસવિપ્રલંભ ઉત્પન્ન થાય છે. પ્રવાસ હમેશાં બીજા પ્રદેશમાં કે બીજા દેશમાં થાય છે. કાર્યવશાત્ થતા પ્રવાસનું ઉદા. ૧૦૭માં રજૂ થયેલા યાતે દ્વારવતાં તવા॰ એ શ્લોકમાં મળે છે. કૃષ્ણના દ્વારકા જવાથી રાધાની જે દયાજનક કરુણ અવસ્થા થાય છે તેનું હૃદયસ્પર્શી વર્ણન કવિએ આ શ્લોકમાં કર્યું છે. મમ્મટે સંભોગશૃંગારનો એક જ ભેદ માન્યો છે, પણ વિપ્રલંભશૃંગારના પાંચ પ્રકાર વર્ણવ્યા છે. અભિલાષ, વિરહ, ઇર્ષ્યા, પ્રવાસ અને શાપને કારણે થતો વિપ્રલંભશૃંગાર(જુઓ કાવ્યપ્રકાશ, ઉલ્લાસ ૪, કારિકા-૨૯ તથા વૃત્તિ). શ્રીહેમચંદ્રાચાર્ય કહે છે કે શાપને કારણે થતા પ્રવાસ-વિપ્રલંભશૃંગાર(શાપ હેતુક પ્રવાસ-વિપ્રલંભશૃંગાર)નું સુપ્રસિદ્ધ અને સચોટ દૃષ્ટાન્ત છે કાલિદાસકૃત મેઘદૂત કાવ્ય. સંભ્રમ એ દૈવી કે માનુષી ઉત્પાત, આક્રમણ કે વાવાઝોડાથી થતી વ્યાકુળતા, વ્યગ્રતા છે. એનું ઉદાહરણ(૧૦૮) ‘માલતીમાધવ’ નાટક( ૮.૧૩)માં મળે છે. મકરન્દને મદદ કરવતા માટે ગયેલા ‘હા પ્રિયે હા માલતિ’ એ ઉદ્ગારો કાઢતા માધવની અત્યંત દયાજનક સ્થિતિનું આ શ્લોકમાં વર્ણન છે. અહીં રતિસ્થાયીભાવવાળા શૃંગા૨૨સનું નિરૂપણ પૂરું થાય છે. ૩૧૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy