________________
પોતાના પિતાનો અભિલાષ તથા પોતાનું રૂપ એળે ગયું છે એમ માની શરમની મારી, ઘેર પાછી ફરી એ ભાવ નિરૂપાયો છે.
પારવશ્ય કે પરાધીનતાને લીધે થતા વિયોગના ઉદાહરણ(૧૦૦) તરીકે, ગ્રંથકારે, અમરુશતકનો મનવી . એ શ્લોક(૧૦૪) ઉદ્ધત કર્યો છે. આ શ્લોકમાં વિરહી પ્રેમીઓ એકબીજાને જોઈને અને આંખો વડે અભિલાષારૂપ પ્રેમરસનું પાન કરતાં કેવાં ઝૂરે છે તેનું વર્ણન છે. આ સંદર્ભમાં વૃત્તિમાં શ્રી હેમચન્દ્રાચાર્ય નોંધે છે કે (બાણભટ્ટકૃત કાદંબરી' ગ્રંથમાં) પ્રતિજ્ઞા તૂટશે એવા ભયથી કાદંબરીનો ચન્દ્રાપીડ સાથે જે સંગમ નથી થતો તે પણ પારવણ્યને કારણે નીપજતા અભિલાષવિપ્રલંભનો જ દાખલો છે. - સૂત્ર સાત(૨.૭, સળંગ સૂત્ર ૩૨)માં ૨. માન વિપ્રલંભની વાત છે : 'પ્રાર્થમ્યાં મન: | ૨.૭. અર્થાત્ પ્રણયમાન અને ઈષ્યમાન એવા
માનવિપ્રલંભના બે પેટાપ્રકારો છે. પ્રેમમાં નિરાશા સાંપડવાથી કે ઉપેક્ષા - સાંપડવાથી જે ગુસ્સો આવે છે તે પ્રણયમાન(વિપ્રલંભ) કહેવાય છે. એ પુરુષ
અને સ્ત્રી બન્નેના કિસ્સામાં સંભવે છે. એટલે કે ૧. પુરુષના કિસ્સામાં, ૨. સ્ત્રીના કિસ્સામાં અને ૩. બન્નેના કિસ્સામાં પ્રણયમાન સંભવે છે. સ્ત્રીના પ્રણયમાનનું ઉદાહરણ(૧૦૩) પાર્વતીના કોર્ધને લગતું છે. પ્રકૃપિતાં દડ્યા ઢવી. ઇત્યાદિ. પાર્વતી શિવજી પર ગુસ્સે થયાં છે; એટલે, તેમને રીઝવવા શિવજી નીચા નમે છે, પણ, એમના નમેલા મસ્તકમાંથી તો ગંગા(બીજી સ્ત્રી) દેખાય છે. એ જોઈને તો પાર્વતીનો ક્રોધ માઝા મૂકે છે - શિવજીને ચરણથી પ્રહાર કરી બેસે છે !
પુરુષના પ્રણયમાનનું ઉદાહરણ (૧૦૪) ભવભૂતિના ઉત્તરરામચરિતના મિત્રેવ સંતાપુ એ શ્લોક(૩.૩૮) વડે આપ્યું છે. હંસોની રમત જોવામાં, પાછા ફરવામાં મોડી પડેલી સીતા પર, રાહ જોઈ રહેલા રામ, ખિજાય છે તેનું આ શ્લોકમાં વર્ણન છે.
સ્ત્રી-પુરુષ બન્નેના પ્રણમાનનું ઉદાહરણ(૧૦૫) એક પ્રાકૃત ગાથા વડે અપાયું છે. - પણ વિમાન... ઇત્યાદિ આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે :
प्रणयकुपितयोर्द्वयोरप्यलीकप्रसुप्तयोर्मानवतोः । निश्चलनिरुद्धनिःश्वासदत्तकर्णयोः को मल्लः ॥
૩૧૫