________________
અજના પુનર્મિલનની વાત કરીને કાલિદાસે, દેહત્યાગનું વર્ણન કરીને પણ, મરણની વાત નથી કરી(પણ અમરત્વની પ્રાપ્તિ દર્શાવી છે) અને દેહત્યાગથી થનારી શોકાત્મક પ્રતીતિના વિશ્રાન્તિસ્થાન(સ્થાયિત્વ)ને દૂર કરવા માટે, શ્લોકના ત્રીજા ચરણમાં ઇન્દુમતીરૂપી વિભાવની પ્રાપ્તિનું વર્ણન કર્યું છે અને ચોથા ચરણમાં) પુન: (ફરીથી) એ પદ મૂકીને ફરીથી એ જ સંભોગશૃંગારનો ભાવ સારી રીતે પ્રગટ કર્યો છે. અથવા બીજા લોકો જે એમ કહે છે કે વ્યભિચારી ભાવોમાં જે મરણ શબ્દ છે તે મરણથી જીવનની સમાપ્તિ અભિપ્રેત નથી પણ એનાથી તો) પ્રાણ નો ત્યાગ કરવારૂપ, પાશ-બંધ વગેરે પ્રસંગોમાં રહેલી, ચૈતન્યાવસ્થા જ અભિપ્રેત છે – નહિ કે જીવનનો વિયોગ. આવાં ઉદાહરણો ઘણાં મળી શકે એમ છે. (સંક્ષેપમાં) વિપ્રલંભમાં, પ્રાણત્યાગ માટે પ્રાશબંધ વગેરે લઈને તૈયાર થઈ જવું - એ રીતના મરણનું જ વર્ણન કરવું શક્ય છે. ઉન્માદ, અપસ્માર, વ્યાધિ (પણ વિપ્રલંભના અનુભાવ હોય છે પણ) એમની જે અત્યંત કુત્સિત (ખરાબ) દશા ન હોય એને જ કાવ્યમાં કે નાટક(પ્રયોગોમાં બતાવવી જોઈએ; પણ કુત્સિત (મૃત્યુ) દશા તો સંભવ હોય તોપણ ન બતાવવી ઘટે- એવો વૃદ્ધ(પ્રાચીન આચાર્યો)નો મત છે. પણ અમે(અભિનવગુપ્ત) તો આ બાબતમાં) કહીએ છીએ કે - એ (પ્રકારની, જયાં માણસ પોત્તાના જીવનને જ ધિક્કારે છે તે) પોતાના જીવનની નિન્દાત્મક દશામાં તો, એ શરીરની મારફતે વિષયોનો ઉપભોગ એ જ જેનું સારતત્ત્વ છે એવી રતિરૂપ આસ્થાબન્ધ (પ્રિય પાત્ર) વગેરેનો જ વિચ્છેદ(નાશ) થઈ જાય છે. એટલે ત્યાં શૃંગારનું ક્ષેત્ર જ ખતમ થઈ જાય છે. એટલે જ, વિપ્રલંભશૃંગારમાં (મરણનું આલેખન) અસંભવ જ છે. (જ્યાં નાયક કે નાયિકા જ મરણ પામે ત્યાં પરસ્પરની ગાંઠરૂપ રતિભાવનું આલેખન જ ન થઈ શકે, ત્યાં તો કરુણરસ જ સંભવે.) વિપ્રલંભશૃંગારના પ્રકારો
પ્રથમ પ્રકાર અભિલાષવિપ્રલંભની વાત છઠ્ઠા સૂત્ર(સળંગ સૂત્ર ૩૧)માં આવે છે áવપારવણ્યાખ્યામાદ્યો ધા / અર્થાત્ પહેલો અભિલાષવિપ્રલંભ પ્રકાર કાં તો ૧. દૈવ(ભાગ્ય)ના પલટાથી અથવા તો ૨. બીજી વ્યક્તિ પર અવલંબનને કારણે(પરવશતાને કારણે) સંભવે છે. આથી આ બે પ્રકારને ૧.દેવવશ વિપ્રલંભ અને ૨. પારવશ્ય વિપ્રલંભ કહી શકાય.
દેવને કારણે થતા વિયોગનું ઉદાહરણ(૧૦૧) ગ્રંથકારે કુમારસંભવ(૪.૭૫)માંથી રજૂ કર્યું છે. શૈતાત્મજ્ઞાપ. ઇત્યાદિ. આ શ્લોકમાં, પાર્વતી,
૩૧૪