SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી સ્ત્રી એ ચુંબન માણે છે. આમ સુખમય મનોદશાવાળો રોમાંચાદિથી યુક્ત સંભોગશૃંગાર આ શ્લોકમાં આસ્વાદ્ય બને છે. હવે પછીના સૂત્ર(ર.૫, સળંગ સૂત્ર 30)માં ગ્રંથકાર વિપ્રલંભશૃંગારનું નિરૂપણ કરે છે. સંવાદ્રિવ્યભવાની સંતા ધનુમાવોfમતા-માન-પ્રવાસરૂપ વિપ્રતમ: (૨.૫) શંકા વગેરે વ્યભિચારીભાવો અને સંતાપ વગેરે અનુભાવોથીયુક્ત વિપ્રલંભશૃંગાર ૧. અભિલાષવિપ્રલંભ, ૨. માનવિપ્રલંભ અને ૩. પ્રવાસવિપ્રલંભ એમ ત્રણ સ્વરૂપવાળો હોય છે.” ‘વૃત્તિમાં સૂત્રાર્થ સમજાવતાં ગ્રંથકાર કહે છે કે, “સંભોગના સુખને માણવાની લાલસાથી જેમાં માણસ વિશેષ તીવ્રતાથી તડપે છે તે વિપ્રલંભશૃંગાર કહેવાય છે. એના વ્યભિચારી ભાવો છે - શંકા,સુક્ય, મદ, ગ્લાનિ, નિદ્રા, સુખ, પ્રબોધ, ચિત્તા, અસૂયા, શ્રમ, નિર્વેદ, મરણોન્માદ, જડતા, વ્યાધિ, સ્વમ, અપસ્માર વગેરે. એના અનુભાવો છે - સંતાપ, ઉજાગરા, કૃશતા, પ્રલાપ, ક્ષામનેત્ર, વચોવક્રતા, દીનચરણ, અનુકારકૃતિ, લેખલેખન, વાચન, સ્વભાવનિતંવ, વાર્તા, પ્રશ્ન, સ્નેહનિવેદન, સાત્વિકાનુભવન, શીતસેવન, મરણોદ્યમ, સંદેશ વગેરે. આ વિપ્રલંભશૃંગાર ત્રણ પ્રકારની હોય છે. ૧. અભિલાષ, ૨. માન અને ૩. પ્રવાસ(વિપ્રલંભ). પણ આ વિપ્રલંભશૃંગારને કરુણ- વિપ્રલંભ પ્રકાર તો ખૂબ જ કરુણ હોય છે, જેમ કે “કુમારસંભવ’ના રતિવિલાપના શ્લોક(૪.૯)માં, નષ્ટ થયેલા કામદેવને વિલાપ કરતી રતિએ કહેલ શબ્દો હૃદયવિદારક છે.” “તું તો મારા હૃદયમાં વસે છે” એવું જે મને પ્રિય લાગે તેવું વચન તું કહેતો હતો તે તારું છળ હતું; કારણ, આ શબ્દો ઉપચારના નથી શું? કેમ કે, જો તું અનંગ(શરીરરહિત) છે તો રતિ ઇજા પામ્યા વિના કેમ રહી શકે ?” સૂત્રમાં તથા વૃત્તિમાં જે “શંકાદિવ્યભિચારી” એ શબ્દો વાપર્યા છે તેની 'વિવેક' (પૃ. ૧૧૦)માં ગ્રંથકારે વ્યાખ્યા કરી છે. એનો અર્થ એ કે, જ્યારે સંભોગશૃંગારના વ્યભિચારી ભાવો સુખપ્રધાન હોય છે ત્યારે વિપ્રલંભશૃંગારના વ્યભિચારીભાવો દુઃખપ્રેરક હોય છે, દુઃખથી રંગાયેલા હોય છે. (અભિનવગુપ્ત કહે છે તેમ) એમાં મરણનું વર્ણન હોય તો પણ એમાં ફરીથી, જલદી, પુનર્મિલન થાય તેવું આલેખન કરવું જોઈએ, જેથી શોકની સ્થિતિ જ ન નિર્માણ પામે; જેમ કે, રઘુવંશ (૮.૯૫)ના તીર્થે તો વ્યતિમવે. એ શ્લોકમાં ઇન્દુમતી અને ૩૧૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy