SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ “સુખપ્રધાન કૃતિ વગેરે વ્યભિચારી ભાવોવાળો અને રોમાંચ વગેરે અનુભાવાવાળો સંભોગશ્રૃંગાર(રસ) હોય છે.’’ સૂત્રમાં ‘‘સુખમય’” એ શબ્દ-પ્રયોગ કર્યો છે તેનું વિવરણ કરતાં ગ્રંથકાર ‘વિવેક’ (પૃ. ૧૦૯)માં કહે છે કે, “જો કે, સંભોગશૃંગારમાં રતિના થાકથી અલ્પ સમય માટે ઊંઘ વગેરે જોવા મળે છે; પણ તેનાથી રતિના સ્વરૂપમાં કશી વધારાની સુંદરતા આવતી નથી. જ્યારે વિપ્રલંભશૃંગારમાં તો એ રિતની વિભાવનામાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે અહીં ‘સુખમયત્વ’ અર્થાત્ સુખપ્રધાન મનોદશાનો જે નિર્દેશ છે તે યોગ્ય જ છે. આ દૃષ્ટિથી જ સુખમય વૃત્તિ વગેરે વ્યભિચારી ભાવો જ સંભોગશૃંગારમાં નિરૂપવા એ યોગ્ય છે.’’ આ સૂત્રની વૃત્તિમાં ગ્રંથકાર પહેલાં ‘સંભોગ’ શબ્દનું વિવરણ કરે છે. એમાં લજ્જા વગેરે દ્વારા, નિષિદ્ધ છતાં ઇષ્ટ એવાં દર્શનાદિ હોય છે, તે જ પ્રેમીયુગલ દ્વારા જ્યાં સારી રીતે ભોગવાય છે તેને જ ‘સંભોગ’ કહે છે અને આ સંભોગ સુખમય હોય છે. સુખપ્રધાન કૃતિ વગેરે વ્યભિચારી ભાવોથી સંભોગશૃંગાર આકર્ષક બને છે અને રોમાંચ, સ્વેદ, કંપ, અશ્રુ, મેખલાસ્ખલન(કંદોરો ખસી જવો તે), ભારે શ્વાસક્રિયા, ગભરાટમાં કેશ બાંધવા, વસ્ત્રો લેવાં, વસ્ત્ર, ઘરેણાં, માળા વગેરે પાછાં બરાબર કરવાં, સુદંર રીતે જોવું, મીઠા શબ્દો બોલવા વગેરે વાચિક, કાયિક અને માનસિક અભિનય(હિલચાલ)થી યુક્ત અનુભાવો(વર્તન)થી એ જણાઈ આવે છે. આ સંભોગશૃંગાર સ્ત્રીપુરુષ એકબીજાને જુએ, આલિંગન આપે, ચુંબન કરે એ બધાને આધારે અનંત પ્રકારોમાં વહેંચાઈ જાય છે. જો કે સંભોગશૃંગારના અનંતભેદોની ગ્રંથકારે વૃત્તિમાં માત્ર શાબ્દિક સૂચના જ આપી છે - બાકી, ઉદાહરણ તો સૌથી મહત્ત્વના એક જ પ્રકારનું આપ્યું છે. આને માટે ગ્રંથકારે અમરુશતકનો દૃચ્છ્વાસન॰ એ એક શ્લોક(૧૯) રજૂ કર્યો છે જેમાં એક ધૂર્ત નાયક, પાછળથી આવીને એક જ આસન પર બેઠેલી બે સ્ત્રીઓમાંથી, એક સ્ત્રીની આંખો બંધ કરવાની મજાક ક૨વાના બહાને, બીજી પ્રેમાકુળ સ્ત્રીને, તક ઝડપી ચુંબન આપી દે છે ! આ ઉદાહરણશ્લોકનો સાહિત્યિક મર્મ સમજાવતું ટિપ્પણ ‘વિવેક’(પૃ.૧૧૦)માં આપવામાં આવ્યું છે. શ્લોકમાં ‘એકા’ વિશેષણથી દર્શાવેલી સ્ત્રી નાયકની પત્ની છે, જ્યારે ‘અપરા’ વિશેષણ નાયકની પત્નીની સખીનો નિર્દેશ કરે છે. આથી જ બન્ને એક જ આસન પર બેઠેલી છે. પહેલી સ્ત્રીની આંખો બંધ કરી એ નાયકની યુક્તિ છે - જેથી એ બીજું સ્ત્રીને ચુંબન આપી શકે છે - વસ્તુતઃ ૩૧૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy