________________
વ્યવહાર કરે છે અને પુરુષોને નજીક આવતાં વારે છે અને તેથી સ્ત્રીઓને પ્રાપ્ત કરવામાં પુરુષોને મુશ્કેલી પડે છે - આ બધાં કારણોથી જ સ્ત્રીઓમાં આસક્ત પુરુષો સ્ત્રીઓ માટે વધારે ઘેલછા દાખવે છે.”(અવતરણ-૯, વૃત્તિ, પૃ. ૧૦૮)
આ કારણથી જ સંભોગશૃંગાર અને વિપ્રલંભશૃંગાર અર્થાત્ મિલન અને વિરહની બન્ને દશાઓનો સમન્વય વધારે આહ્લાદક નીવડે છે - જેમકે અમરુશતકના જાણીતા શ્લોક(૨૩) સ્મિન શયને.. ઇડમાં એક જ બિછાનામાં રહેલા પ્રેમી યુગલના વિરહ અને મિલનનું સુંદર મિશ્રણ આલેખાયું છે. રૂસણાંને લીધે અબોલા પાળતાં બન્ને પ્રેમીઓ એકબીજા તરફ પીઠ કરીને એક જ પથારીમાં સૂતાં છે. સહસા, તેમની તડપતી ત્રાસી નજરો મળે છે અને ક્ષણમાં જ , અબોલા, રૂસણું બધું જ ભુલાઈ જાય છે ને પ્રેમનો વિજય થાય છે; બન્ને હસી પડે છે ને પ્રેમના આશ્લેષમાં બન્નેનાં શરીર જોડાઈ જાય છે.
છેલ્લે, ત્રીજા(અઠ્ઠાવીસમા) સૂત્રની વૃત્તિના અંતમાં ગ્રંથકાર એક મહત્ત્વની રસકીય બાબત નોંધે છે કે રસજાવટની વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવની બધી જ સ્પષ્ટ યોજના ખરેખર તો પ્રબંધમાં કે મોટા કાવ્ય - નાટકમાં જ થઈ હોય છે. બાકી મુક્તક જેવાં લઘુકાવ્યોમાં કે છૂટક શ્લોકોમાં તો વિભાવાદિની યોજના આપણે કલ્પી લેવાની રહે છે. વિવેક(પૃ. ૧૦૯)માં આની વિશેષ ચર્ચા મળે છે. “રત્નાવલી' જેવી સંપૂર્ણ નાટ્યકૃતિમાં જ બધી સામગ્રી હોય છે. વળી વિભાવના આલંબન-ઉદીપન એવા બે ભેદો પણ વાસ્તવિક નથી, કાલ્પનિક છે. ખરેખર તો બન્ને મળીને જ વિભાવ બને છે. ભરતમુનિએ વિભાવના બે ભેદની
ક્યાંય વાત નથી કરી. અને એ યોગ્ય જ છે. નહિતર, જો વિભાવોનો ભેદ માનીશું - તો નાટકમાં ઉદ્યાન, ઋતુ, ફૂલમાળા વગેરે બધી જ વસ્તુઓ જોવાથી એક જ રસ
નહિ અનુભવાય. પણ જો વિભાવોનો ભેદ નહિ માનીએ તો એક જ રસની પ્રતીતિ થશે. મુક્તકમાં વિભાવાદિ સામગ્રી કલ્પી લેવાની વાત છે તેની સ્પષ્ટતા કરતાં ગ્રંથકાર વિવેક(પૃ. ૧૦૯)માં કહે છે કે મુકતકમાં વિભાવાદિ સંપૂર્ણ ન આલેખાયા હોય ત્યાં પણ એ બધાનું અનુસંધાન થવાથી રસાસ્વાદ થાય છે. સંભોગશૃંગારનું સ્વરૂપ
સળંગ સૂત્ર ઓગણત્રીસ(૨.૪)માં ગ્રંથકાર શૃંગારરસની મિલનઅવસ્થા એટલે કે સંભોગશૃંગારનું નિરૂપણ કરે છે - કુમકૃત્યાદ્રિવ્યવાણી મારૈદ્યનુભવ: સંબો: I (૨.૪)
૩૧૧