________________
પ્રથમ શ્રીમાનતુંગસૂરિએ રચેલા, જાણીતા જૈન સ્તોત્ર “ભક્તામરસ્તોત્ર'માંથી વૈઃ શાન્તર ઇત્યાદિ એક શ્લોક(૧૨) ટાંકી, ગ્રંથકાર દેવવિષયક રતિનો દાખલો આપે છે. શ્લોકનો અર્થ છે : “હે ત્રણ ભુવનના અદ્વિતીય તિલક સમાન પ્રભો ! શાન્તરસથી શોભતા જે પરમાણુઓ વડે આપ બનેલા છો તે પરમાણુઓ પણ વિશ્વમાં તેટલાં જ માત્ર છે, કારણ કે, આપના જેવું અન્ય સ્વરૂપ બીજું કોઈ છે જ નહીં.”
પછી, મુનિવિષયક રતિનો દાખલો આપવા ગ્રંથકાર દંડીના કાવ્યાદર્શક(૧.૮૬)નું એક પદ્ય ઉદ્ધત કરે છે - ગૃહfણ નામ ઇત્યાદિ. અર્થાત્ જે ઘરમાં તપની મૂર્તિ જેવા પવિત્ર મુનિઓ પદાર્પણ કરે છે તે ઘર જ ખરેખર ઘર કહેવાને પાત્ર છે.
સૂત્રમાં તથા વૃત્તિમાં ગ્રંથકારે શૃંગારરસના વિભાવો અને વ્યભિચારી ભાવોનો નિર્દેશ કર્યો છે; પણ, અનુભાવોનો ઉલ્લેખ કર્યો નથી. આ સંબંધમાં ગ્રંથકાર વૃત્તિમાં સ્પષ્ટતા કરે છે કે શૃંગારરસની બે અવસ્થારૂપ સંભોગશૃંગાર અને વિપ્રલંભશૃંગારની આગળ ઉપર સૂત્ર ચાર અને પાંચમાં ચર્ચા કરવામાં આવશે ત્યારે એ દરેક અવસ્થા-સંભોગ તથા વિપ્રલંભના અનુભાવો કહેવામાં આવશે.
સૂત્રમાં શૃંગાર રસને ‘સંબો વિપ્રમાત્મા' એટલે કે સંભોગરૂપ તથા વિપ્રલંભરૂપ એમ બે પ્રકારે નિર્દેશ્યો છે તે અંગે વૃત્તિ(પૃ. ૧૦૮)માં ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે કે સંભોગ અને વિપ્રલંભ એ બન્ને એક જ શૃંગારનાં રૂપો છે એમ સમજવાનું છે, સંભોગ અને વિપ્રલંભ એમ બે જુદા જુદા શંગારરસ સમજવાના નથી. જેમ ગાયના કાળી અને કાબરચીતરી એમ ભેદ હોય છે તેમ સંભોગ અને વિપ્રલંભ એ બે ભેદ સમજવાના નથી. વસ્તુતઃ સંભોગ અને વિપ્રલંભ એ બે શૃંગારની બે અવસ્થા(દશાદ્ધય) છે અને એ બને અવસ્થામાં સમાન રીતે રહેલી, સ્ત્રી-પુરુષને પારસ્પરિક પ્રેમની ગાંઠથી બાંધતી, રતિનું જે આસ્વાદ્યમાન રૂપ છે તે જ શૃંગારરસ છે. એટલે, જેમ ગામના એક ભાગ માટે “ગામ” શબ્દ વપરાય છે તેમ જ સંભોગ અને શૃંગાર બન્ને માટે “શૃંગાર” શબ્દ જ પ્રયોજાય છે. વળી, વિપ્રલંભશૃંગારમાં પણ સંભોગના મનોરથો સતત રહે છે - જો સંભોગ(મિલન)ની આશા જન હોયતો તો કરુણ રસનો અનુભવ થાય.સંભોગમાં વિપ્રલંભ(વિયોગ)નો ભય હોય જ છે-એ ભય જોન હોયતો “સ્વાધીન’ અને ‘અનુકૂળ જોડાંને એકબીજામાં રસ જ ન રહે-કેમ કે, કામદેવ કે પ્રેમ(મનોભુવઃ)ની વિચિત્રતા તો જાણીતી જ છે. ભરતમુનિએ નાટ્યશાસ્ત્ર (૨૨.૨૭૦)માં કહ્યું છે કે- સ્ત્રીઓ પ્રેમમાં આડોડાઈર્ભયો
૩૧૦