________________
કરતી. બન્ને પ્રેમીઓ વચ્ચે) ભાવાત્મક ગાંઠ બની રહે છે. એનું જ આસ્વાદરૂપ તે શૃંગારરસ કહેવાય છે.
વૃત્તિમાં ‘પ્રારંભથી માંડીને ફળ સુધી વ્યાપી રહેતી’ (રતિ) એવું જે કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકાર ‘વિવેક વ્યાખ્યા(પૃ. ૧૦૭)માં કહે છે કે આમ કહીને કેવળ અભિલાષ પર નભતી, કામાવસ્થામાં જ જોવા મળતી, વ્યભિચારી ભાવરૂપ રતિથી આ શૃંગારરસનો સ્થાયી ભાવ બનતી રતિ જુદી છે, એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. શૃંગારના સ્થાયી ભાવરૂપ જે રતિ છે તે તો પ્રારંભથી ફલપ્રાપ્તિ સુધી કેવળ પરિપૂર્ણ સુખ આપનારી રતિ છે અને તે જ રસનું કારણ છે. કેવળ અભિલાષરૂપ રતિ વ્યભિચારીભાવ છે, જયારે પરસ્પરની નિષ્ઠામાં રહેલી રતિ જ શૃંગારનો સ્થાયી ભાવ છે. - આમ સ્ત્રી અને પુરુષ વચ્ચેના પારસ્પરિક, દૃઢ, પ્રેમને જ સાહિત્યમાં શૃંગારરસની ઊંચી પદવી આપવામાં આવી છે. પ્રેમના બીજા બધા પ્રકારો – જેમ કે માતાનો પ્રેમ કે માતા પ્રત્યેનો પ્રેમ, દેવ પ્રત્યેની ભક્તિ, મુનિ પ્રત્યેની ભક્તિ, ગુરુ પ્રત્યેનો પ્રેમભાવ, રાજા પ્રત્યેનો પ્રેમ એ બધાને ગ્રંથકાર “ભાવ” ગણે છે, રસ' નહીં. કેમ કે એ બધા પ્રેમના ભાવો, રસની પૂર્ણ કક્ષાએ પહોંચતા નથી. મમ્મટે કાવ્યપ્રકાશ(૪.૩૫)માં સ્પષ્ટ કહ્યું છે કે -
તિર્વેવાલિવિયા અવારી તથતિ: બવા: પ્રોwl: અર્થાત્ “દેવ વગેરે જેનો વિષય છે એવી રતિ તેમ જ (વિભાવાદિથી) વ્યંજિત થયેલો વ્યભિચારી (ભાવ) એ ભાવ કહેવાય છે.” દેવ વગેરે એટલે દેવ, મુનિ, ગુરુ, રાજા, પુત્રને લગતો પ્રેમ(રતિ) પણ ભાવ કહેવાય છે, પણ કાન્તા(પ્રિયા) વિશેની રતિ વ્યક્ત થયેલી હોય ત્યારે તે શૃંગાર(રસ) કહેવાય છે. (અન્યથા ભાવ) - આ પ્રકારની સ્પષ્ટતા મમટે (કા. પ્ર. ૪.૩૫ની વૃત્તિમાં) કરી છે.
આથી જ શ્રી હેમચન્દ્રાચાર્ય વિવેક'(પૃ. ૧૦૭)માં, આ પ્રકારની “રતિ'ને ‘વ્યભિચારીરૂપાયા' કહે છે. સ્પષ્ટ છે કે આ બાબતમાં શ્રી હેમચન્દ્રાચાર્ય, મમ્મટાદિ પૂર્વાચાર્યોના પરંપરાગત મતને અનુસરે છે અને વૃત્તિમાં કહે છે કે‘તેવમુનિવૃષપુત્રાતિવિષયા(તિ:) તુ ખાવ વન પુનારસ: ' આમ, આચાર્યશ્રીના મતે પ્રિય પત્નીવિષયક રતિ(પ્રેમ) એ જ ખરો શૃંગારરસ છે. - વૃત્તિમાં આચાર્યશ્રી દેવ તથા મુનિવિષયક રતિનાં, બે શ્લોકો વડે ઉદાહરણો આપે છે.
૩૦૯