________________
ભાવોવાળી રતિ એ જ શૃંગારરસ છે અને એ શૃંગારરસ બે પ્રકારનો છે : ૧. સંભોગશૃંગાર અને ૨. વિપ્રલંભશૃંગાર
આમ, શૃંગારરસ એ, વિવિધ વિભાવો અને વ્યભિચારી ભાવોની મદદથી પરિપોષ પામતી પ્રેમીની ઊર્મિ(રતિ) જ છે.
સૂત્રમાં ગ્રંથકારે એક મહત્ત્વની વાત કરી છે - તે એ કે જુગુપ્સા, આલસ્ય અને ઔય(ઉગ્રતા) એ ત્રણ વ્યભિચારી ભાવો શૃંગારરસની જમાવટને ઉપકારક નથી. આ અંગે વિશેષ સ્પષ્ટીકરણ વિવેક(પૃ. ૧૦૬)માં કરવામાં આવ્યું છે, પણ જુગુપ્સા નામક સ્થાયી ભાવ પર આધારિત રતિનો અહીં નિષેધ ફરમાવવામાં આવ્યો છે, જુગુપ્સા કે જે બીભત્સરસનો સ્થાયી ભાવ છે તે જુગુપ્સાનું વ્યભિચારીપણું માન્ય રાખવામાં આવ્યું છે. આલસ્ય કે પ્રમાદ વગેરને સંબંધ છે ત્યાં સુધી, એમનો સંબંધ પ્રેમના વિભાવો સાથે છે – એટલે કે પ્રમદા(સ્ત્રીઓ) વગેરે સાથે છે. એટલે એમનો એ (અમદાદિ) વિષયમાં જરૂર નિષેધ કરવામાં આવ્યો છે. પણ આને કારણે “વપુરનતદ્વિદુ સંસ્થા' એ “વેણીસંહાર' નાટક(૧.૩)ની પંક્તિ કે ‘તિવિહાન વપુરમૂવમનસેક્ષા તાઃ ' એ વિક્રમોર્વશીયમ્ નાટક(પૂ. ૮)ની પંક્તિને આ નિયમથી વિસંગત ન ગણવી જોઈએ. કેમ કે, આ બન્ને પંક્તિઓમાં ‘આલસ્યનો સંબંધ શરીર(વ) સાથે છે, નહિ કે ચિત્તવૃત્તિ(મનોભાવ) સાથે.
આ શૃંગારરસ ૧. સંભોગશૃંગાર અને ૨. વિપ્રલંભશૃંગાર એવા બે પ્રકારે અનુભવાય છે.
“વૃત્તિમાં સૂત્રાર્થ સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે કે રતિરૂપ સ્થાયી ભાવ જયારે આસ્વાદયોગ્ય બને છે કે ચર્વણાગોચર થાય છે ત્યારે તે શૃંગારરસ કહેવાય છે. સ્ત્રી અને પુરુષ એકબીજાના આલંબન-વિભાવ હોય છે અને ફૂલમાળ, ઋતુ, પર્વત, નગર, મહેલ, નદી, ચન્દ્ર, પવન, ઉદ્યાન, વાવ, જલક્રીડા વગેરે ઉદીપન વિભાવો હોય છે. આ વિભાવોનું કાં તો વર્ણન થયું હોય છે અથવા તેમનો પ્રત્યક્ષ અનુભવ થતો હોય છે. એ રતિના વ્યભિચારી ભાવોમાં જુગુપ્સા, આલસ્ય અને ઔય સિવાયના બધા જ (ત્રીસ) ભાવો સમાઈ જાય છે અને એ રતિ, બધી જ રીતે એકમેકને અનુકૂળ, સ્થિર અનુરાગવાળાં, સંયોગરૂપ સુખ ઇચ્છતાં, ચાહનાથી ભરેલાં, યુવાન સ્ત્રી-પુરુષોને પરસ્પર તરફ ખેંચતી, બન્નેમાં રહેલી છતાં એક જ રૂપવાળી, પ્રારંભથી માંડીને ફળ સુધી વ્યાપી રહેતી, ઉત્તરોત્તર સુખમાં વધારો
૩૦૮