________________
માત્ર નવ જ રસો છે
વૃત્તિમાં “આ નવ જ (નવૈવ) રસો છે' એમ કહીને શ્રી હેમચન્દ્રાચાર્ય રસની સંખ્યાને નવ જ માનવા પર ખાસ ભાર મૂક્યો છે. આનું કારણ એ છે કે કાવ્યશાસ્ત્ર તથા નાટ્યશાસ્ત્ર પર લખનારા કેટલાક વિચારકોએ રસોની સંખ્યામાં સતત ઉમેરો કરતા રહેવાનું વલણ દર્શાવ્યું છે અને તેને પરિણામે રસોની યાદી ઠીકઠીક લાંબી થઈ છે તેની શ્રી હેમચન્દ્રાચાર્યને જાણ છે. આથી “વિવેક વ્યાખ્યામાં(પૃ. ૧૦૬) આચાર્યશ્રીએ વૃત્તિમાંના નવૈવ (ફક્ત નવ જ) એ શબ્દો લઈને “રસો નવ જ છે એવા પોતાના મંતવ્યનો અર્થવિસ્તાર કર્યો છે. વિવેકમાં ગ્રંથકાર જણાવે છે કે રસની સંખ્યા નવ જ છે એ વાત જ વાજબી છે. કેમ કે, આ નવ રસો જ માનવજીવનના ચાર પુરુષાર્થો - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-સાથે જોડાયેલા છે અને એ નવ રસોમાં જ સૌંદર્ય તથા ચમત્કારનું આધિક્ય રહેલું છે. આથી જ સ્નેહ, ભક્તિ, વાત્સલ્ય એ “રતિ” (પ્રેમ)ની ઊર્મિના જ વિશેષ છે, પ્રકારો છે. બે બરાબરીની વ્યક્તિ વચ્ચે જે પ્રેમ હોય તે સ્નેહ છે. જ્યારે એક નાની વ્યક્તિ બીજી મોટી વ્યક્તિ પ્રત્યે જે પ્રેમ કે અહોભાવ દર્શાવે તે ભક્તિ કહેવાય છે, અને કોઈ મોટી વ્યક્તિ, બીજી નાની વ્યક્તિ તરફ જે પ્રેમ દર્શાવે તે વાત્સલ્ય” ગણાય છે. આ બધા જ પ્રકારોમાં, ભાવનું આસ્વાદ્યત્વ છે, ભાવ જ આસ્વાદનો વિષય બને છે. આથી, રસના પ્રકારો કે ભેદો નવ જ છે એ વાત નિશ્ચિત બને છે. નોંધવું જોઈએ કે આ મુદ્દો “અભિનવભારતી'માં પણ આ જ શબ્દોમાં ચર્ચાયો છે. શૃંગારરસ વ્યાખ્યા અને વિવરણ
બીજા અધ્યાયના ત્રીજા સૂત્ર(સળંગ સૂત્ર અઠ્ઠાવીસ)માં ગ્રંથકાર શૃંગારરસનું લક્ષણ(વ્યાખ્યા) પ્રસ્તુત કરે છે. શૃંગાર, પુરુષ અને સ્ત્રીની વચ્ચે પ્રવર્તે છે. એટલે સ્ત્રી અને પુરુષ એકબીજાનાં આલંબન - વિભાવો બને છે અને ફૂલોની માળાઓ, સંગીત, સુગંધ, વગેરે પ્રેમની લાગણીને સંકોરે તેવી ચીજો શૃંગારરસના ઉદીપન વિભાવો છે અને “જગુપ્તા”, “આલસ્ય’ અને ‘ય’ એ ત્રણ સિવાયના બીજા(ત્રીસ) વ્યભિચારી ભાવો શૃંગારરસના સહાયક ભાવો બને છે. આ જ વાત અઠ્ઠાવીસમા સૂત્ર(૨૩)માં કહી છે :
स्त्रीपुंसमाल्यादिविभावा जुगुप्सालस्यौग्यवर्जव्यभिचारिका रतिः संभोगविप्रलમાત્મા છું': II (૨.૩)
અર્થાત્ સ્ત્રી-પુરુષરૂપી આલંબન વિભાવો તથા ફૂલમાળા વગેરે ઉદીપન વિભાવો તથા જુગુપ્સા, આલસ્ય તેમ જ ઔય સિવાયના ત્રીસ વ્યભિચારી
૩૦૭