SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ અજોડ સૂક્ષ્મતાપૂર્વક આપી છે અને, એ સાતેય વિજ્ઞો કેવી રીતે દૂર કરી શકાય તે સફળતાપૂર્વક દર્શાવ્યું છે. રસાનુભવ એ લૌકિક પ્રમાણોથી થતા બોધથી તથા અપક્વ યોગી તથા યુક્ત યોગીના અલૌકિક બોધથી ભિન્ન છે. રસનો સાક્ષાત્કાર અજોડ છે, અલૌકિક છે, લોકોત્તર છે અને એ રસાસ્વાદનો આનંદ પરમાનંદરૂપ છે, બ્રહ્માસ્વાદસહોદર છે. આથી, રસાનુભવને લોકોત્તર, દાર્શનિક સ્વરૂપ પ્રાપ્ત થાય છે. અભિનવગુપ્તના મતનું ‘વિવેક’માં પૂરેપૂરું ઉદ્ધરણ કરીને શ્રીહેમચંદ્રાચાર્યે અભિનવના રસાસિદ્ધાન્ત પ્રત્યેની અવિચળ નિષ્ઠા વ્યક્ત કરી છે - વસ્તુતઃ શ્રીહેમચન્દ્રાચાર્યે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું જ છે - તન્મતમેવ ચાસ્માભિરુપનીવિતમ્ । (વિવેક, પૃ. ૧૦૩) રસના પ્રકારો અને રસની સંખ્યા ઃ નવ રસો ‘કાવ્યાનુશાસન’ના બીજા અધ્યાયના બીજા સૂત્ર (સળંગ સૂત્ર સત્તાવીસ) હેઠળ શ્રીહેમચન્દ્રાચાર્યે જુદા જુદા પ્રકારના રસોની વ્યાખ્યાઓ આપી તેમનું સોદાહરણ નિરૂપણ કર્યું છે. શ્રીહેમચન્દ્રાચાર્યના મતે નવ રસો છે અને તે નવેનવ રસો સૂત્રમાં નામથી નિર્દેશવામાં આવ્યા છે. સૂત્ર(૨૭) આ પ્રમાણે છે : શુંરહાસ્ય રૌદ્રવી પયાનીપત્લાન્મુનશાન્તા નવ રક્ષા: II ( ૨.૨, સળંગ સૂત્ર ૨૭). અર્થાત્ શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત એ નવ રસો છે. ‘અલંકારચૂડામણિ’વૃત્તિમાં ગ્રંથકારે આ નવેનવ રસોનું સ્વરૂપ તથા મહત્ત્વ સમજાવ્યું છે. સૂત્રમાં પ્રથમ શૃંગા૨૨સનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે એ રસ બધા જ જીવોમાં સમાન રીતે સુલભ છે અને તે આપણને અત્યંત પરિચિત છે - તેથી તે બધા રસોમાં સૌથી સરસ - સુંદર છે. બલકે, શૃંગાર તો રસરાજ છે; બધા રસોનો શિ૨તાજ છે એવો ઘણાનો મત છે. હાસ્યરસ શૃંગારની પાછળ ચાલે છે અને પ્રાયઃ શૃંગારરસનો પોષક - સહાયક બને છે. કરુણરસ હાસ્યરસનો વિરોધી રસ છે અને તેનો હાસ્યરસ પછી ઉલ્લેખ થયો છે. રૌદ્રરસ ઘણીવાર કરુણરસનું કારણ હોય છે અને તેનો કરુણ પછી ઉલ્લેખ થયો છે. રૌદ્રરસ અર્થપ્રધાન છે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાંથી અર્થ નામના બીજા પુરુષાર્થ ૫૨ રૌદ્રરસ અવલંબે છે અને કોઈક ઇચ્છા પૂર્ણ ક૨વામાં માણસને મળતી નિષ્ફળતા - નિરાશામાંથી રૌદ્રરસ પરિણમે છે. વીરરસ ધર્મપ્રધાન છે ૨૦ ૩૦૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy