________________
છૂટી જાય છે. પ્રેક્ષકે રોમાંચ વગેરેને વ્યવહાર- જીવનમાં રતિ-(પ્રેમ) વગેરેની પ્રતીતિ કરાવતા વારંવાર જોયા હોય છે; એટલે, નાટકમાં પણ તે રોમાંચ વગેરે જોઈને રતિ વગેરેની, સ્થળ, કાળ, વ્યક્તિ વગેરેના સંબંધથી મુક્ત રહીને પ્રતીતિ કરે છે. આ સાધારણીકૃત રતિ વગેરેમાં પ્રેક્ષક પોતે પણ રતિ વગેરેની વાસનાવાળો હોવાથી, પ્રેક્ષકનો આત્મા પણ સક્રિય રીતે પ્રવેશ કરે છે. આથી, પ્રેક્ષકને જે રતિ વગેરેનો બોધ થાય છે તે તટસ્થપણે, બહારના માણસ તરીકે) થતો નથી. વળી, એ બોધ, કોઈ (અસાધારણીકૃત) ખાસ અંગત કારણને લીધે, પણ થતો નથી, જેથી 'કંઈક અર્જન(લાભ, પ્રાપ્તિ) વગેરેની (વ્યાવહારિક) આસક્તિ એમાં પ્રવેશે. એવી જ રીતે, એ રતિ વગેરેનો બોધ પરગત એટલે કે કોઈ ચોક્કસ ત્રીજી વ્યક્તિનો અનુભવ હોય તેવી રીતે પણ થતો નથી, જેથી દુઃખ, દ્વેષ વગેરે પ્રેક્ષકના ચિત્તમાં ઉદય પામે. આમ, પ્રેક્ષકની સાધારણભૂત અને સતત (એક પછી એક આવનારી) અથવા એક જ ચેતના(સંવિદા)ને ગોચર થનારી રતિ તે જ શૃંગાર(રસ) છે. આ સાધારણીભાવ વિભાવાદિથી સધાય છે. આ મત અભિનવગુપ્તાચાર્યનો છે અને એમના મતને જ અમે અવલંબીને ચાલ્યા છીએ. રસનું દાર્શનિક સ્વરૂપ
આ રીતે અભિનવગુપ્ત રસ વિશેના પૂર્વાચાર્યોના મતોનું નિરૂપણ કરે છે અને પછી પોતાનો રસાસ્વાદ વિશેનો, મહત્ત્વનો સૌંદર્યશાસ્ત્રીય તેમજ દાર્શનિક દૃષ્ટિકોણ, વિસ્તૃત વિવરણ સાથે પ્રસ્તુત કરે છે. એ સ્વીકારે છે કે પૂર્વાચાર્યોના મતો એ સોપાનપરંપરા(સીડી) છે. જેના વડે રસસિદ્ધાન્તની દાર્શનિક ઊંચાઈએ પહોંચવાનું એમને માટે શક્ય બન્યું છે અને એ પ્રાચીન મતોની મદદથી જ તેઓ રસનું સાચું સ્વરૂપ સમજી - સમજાવી શક્યા છે. પૂર્વાચાર્યોના મતોનું શોધન - સંશોધન કરવાનો પ્રયાસ એ જ અભિનવગુપ્તનો ધ્યેય છે નહિ કે એ મતોનું ખંડન કે આચોલના. આમ, અભિનવગુપ્તની પદ્ધતિ, વિશ્લેષણ તથા સમન્વય બન્નેની બનેલી છે અને આપણે જોઈ શકીએ છીએ કે કાવ્યશાસ્ત્ર તથા . નાટ્યશાસ્ત્ર બન્ને ક્ષેત્રોમાં આજ સુધી સર્વોપરિ વર્ચસ્વ ધરાવતા ભરતમુનિના રસસૂત્રનું અભિનવગુપ્ત સમર્થ વિવરણ – વિવેચન કર્યું છે. પોતાની “લોચન' ટીકામાં તથા “અભિનવભારતી' ટીકામાં અભિનવગુપ્ત વારંવાર કહે છે કે ભાવકદ્વારા આસ્વાદાતો કાવ્યર્થ એ જ રસ છે : વ્યાર્થો રસ તિ !
અભિનવગુપ્ત નાટ્યકાર(કવિ), નટ તથા પ્રેક્ષક એ ત્રણેયના દૃષ્ટિબિંદુથી રસાનુભવની સમજ આપી છે. રસનાં સાત વિદ્દોની સમજૂતી પણ અભિનવગુપ્ત
૩૦૪