SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ તો પછી આ વિભાવાદિ છે શું? રસની ચર્વણાને ઉપયોગી થતા હોવાથી એ વિભાવાદિ કહેવાય છે – બાકી એ વિભાવાદિ કોઈ લૌકિક વ્યવહારના શબ્દો નથી; બાબત નથી. કારક પણ ન હોય અને જ્ઞાપક પણ ન હોય એવી કોઈ ચીજ બીજે ક્યાંય જોવા મળે છે? પણ એ જ તો વિભાવાદિની વિશેષતા(ભૂષણ) છે કે એ બીજે ક્યાંય જોવા મળતી (લૌકિક) વસ્તુ નથી; પણ અલૌકિક વસ્તુ છે. ગોળ, મરી વગેરે (જેમાંથી શરબત બને છે તેમાં) કદી પણ પાનક(શરબત)નો રસાસ્વાદ હોય છે ખરો? આ પણ બરાબર એના જેવું જ છે. કોઈ કહેશે - તો તો રસ કોઈ પ્રમાણનો વિષય જ નથી, અપ્રમેય છે ! આનો જવાબ એ છે કે રસ એવો જ હોવો ઘટે છે; એમ જ છે. વસ્તુતઃ કેવળ આસ્વાદ્યતા, રસ્યતા એ જ રસનો પ્રાણ છે. એટલે (લૌકિક) પ્રમાણથી જાણવાની વસ્તુ બનવાનો એનો સ્વભાવ જ નથી. તો પછી, ભરતમુનિના (રસ)સૂત્રમાં નિષ્પત્તિ એ શબ્દ શા માટે આવે છે ? આનો જવાબ એ છે કે એ સૂત્રમાં નિષ્પત્તિ રસની નથી કહી, પણ રસની ચર્વણાની(રસાસ્વાદની) નિષ્પત્તિ કહી છે. કેવળ રસના(ચર્વણા) જ જેનું જીવિત છે એવા રસની નિષ્પત્તિના અર્થમાં જો સૂત્રનો નિષ્પત્તિ શબ્દ સમજવામાં આવતો હોય તો એમાં કંઈ દોષ નથી. આ રસના(ચર્વણા) એ પ્રમાણવ્યાપાર પણ નથી તેમ જ કારક વ્યાપાર પણ નથી. છતાં એ રસચર્વણા પોતે અપ્રામાણિક પણ નથી; કારણ કે એ “સ્વસંદનસિદ્ધ છે; અંગત અનુભવથી સિદ્ધ છે - ઇનકાર ન કરી શકાય તેવો જાતઅનુભવ છે. પણ એ રસના(ચણા) કેવળ પ્રતીતિરૂ૫ (બોધરૂપ) જ છે; અને બીજી લૌકિક પ્રતીતિઓ કરતાં એ પ્રતીતિ જુદી છે; કારણ કે, એ પ્રતીતિના જે વિભાવાદિ ઉપાયો છે તે લૌકિક ઉપાયોથી ભિન્ન છે - લોકોત્તર છે. એટલે, એવા અલૌકિક વિભાવાદિના સંયોગથી રસના(ચર્વણા) ઉત્પન્ન થાય છે અને એ રસનાનો જે વિષય બને છે તે લોકોત્તર અર્થ તે જ રસ છે – એવો અર્થ ભરતના રસસૂત્રનો છે. રસમીમાંસાનો ઉપસંહાર ઉપરની ચર્ચાનો સાર આ પ્રમાણે છે. નાટકમાં, મુગટવગેરે વેશભૂષાને કારણે પ્રથમ તો આ નટ છે એવી સમજ ઢંકાઈ જાય છે. પછી, કાવ્યના બળે, “આ રામ છે એવી સમજ આપણામાં જાગે છે પણ તે પહેલાંના ગાઢ સંવિસંસ્કારને લીધે એ સમજ ટકતી નથી. આ કારણથી, પ્રેક્ષક, નથી તો પહેલાં થઈ ગયેલા રામના સ્થળ અને સમયમાં જીવતો હોતો કે નથી અત્યારે રામ બનેલા નટના સ્થળ અને સમયમાં વર્તમાન હોતો - ટૂંકમાં રામ તથા નટના દેશકાળ સાથેનો પ્રેક્ષકનો સંબંધ ૩૦૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy