________________
આ ચર્વણા પહેલેથી જ કોઈ બીજા પ્રમાણથી ઉત્પન્ન થયેલી હોતી નથી જેને લીધે એને અત્યારે સ્મૃતિ કહી શકાય; અને એ પ્રત્યક્ષાદિ લૌકિક પ્રમાણોનો વિષય પણ નથી બનતી. પરંતુ કેવળ અલૌકિક વિભાવાદિના સંયોગથી જ એ ચર્વણા નિષ્પન્ન થાય છે. બીજા અનુભવોથી રસાનુભવ ભિન્ન છે
આ ચર્વણા ૧. પ્રત્યક્ષ, અનુમાન, આગમ તેમ જ ઉપમાન વગેરે લૌકિક પ્રમાણોથી ઉત્પન્ન થતા રત્યાદિના બોધથી; ૨. યોગીઓને થતા તટસ્થ પરસંવેદનાત્મક જ્ઞાનથી અને ૩. બધા જ વિષયોના રાગથી મુક્ત(અસંપ્રજ્ઞાત સમાધિમાં સ્થિત) પરમયોગીઓના સ્વાત્માનંદના એકઘન અનુભવથી પણ જુદી હોય છે. કારણ, આ ત્રણેય પ્રકારના જ્ઞાનમાં ૧. ઇચ્છાદિ વિનો આવતાં હોવાથી; ૨. આરંભિક યોગિના તાટધ્ધને કારણે અસ્તુટતા આવતી હોવાથી અને ૩. પુખ્ત યોગીની એકનિષ્ઠતાથી વિષયપરવશતા હોવાથી, એ ત્રણેય પ્રતીતિઓમાં રસાસ્વાદનું સૌંદર્ય હોતું નથી.
આથી ઊલટું, રસચર્વણામાં તો પરિપક્વ યોગીના અનુભવ જેવી કેવળ પોતાના આત્મામાં જ લીનતા થતી ન હોવાથી, તેમાં વિષયાવેશને લીધે આવતી વિવશતા હોતી નથી. એમાં ભાવકનો સ્વાત્માનુપ્રવેશ (અંગત અનુભવો થતો હોવાથી, પ્રારંભિક યોગીના જેવી તટસ્થતા અને અસ્પષ્ટતા નથી હોતી; અને, વિભાવાદિના સાધારણીકરણને લીધે જાગેલી, પોતાની રતિ વગેરે લાગણીનો ભાવક આસ્વાદ લેતો હોવાથી, એમાં, વિઘોનો સંભવ હોતો નથી. (આમ આ બધાં કારણોથી, રસચર્વણા નિર્વિઘ હોય છે અને તેથી તેનો અનુભવ સૌંદર્ય અને ચમત્કારથી સભર હોય છે.)
એટલે જ વિભાવાદિ રસની ઉત્પત્તિ કે નિષ્પત્તિનાં કારણો નથી. અન્યથા, વિભાવાદિની પ્રતીતિ બંધ થઈ જાય તે પછી પણ રસ(કાર્ય) ચાલુ રહેવા પામે (પણ એમ થતું નથી.) વિભાવાદિ રસની પ્રતીતિનાં કારણ(જ્ઞાપક હેતુ) પણ નથી. જો એ જ્ઞાપક હેતુ(તિવ:) હોય તો તેમનો લૌકિક પ્રમાણમાં સમાવેશ કરવો પડે અને રસને પણ પ્રમેયભૂત એટલે જાણવાની સિદ્ધ વસ્તુ માનવાની ફરજ પડે છે. પણ પ્રમેયભૂત સિદ્ધ રસ જેવી કોઈ ચીજ છે જ નહીં (રસ કદી સિદ્ધરૂપ હોતો જ નથી.)
૩૦૨