SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સામાજિકની બુદ્ધિમાં એ વિભાવાદિનો ગૌણતા કે પ્રધાનતાના તારતમ્ય મુજબ સારી પેઠે યોગ(જોડાણ) એટલે કે સંયોગ, સંબંધ અને એકાગ્રતા સધાય છે અને તેથી અલૌકિક નિર્વિઘ્ન ચર્વણા ઉત્પન્ન થાય છે. એ ચર્વણાનો વિષય બનતો કાવ્યનો અર્થ એ જ રસ છે. એ રસ પોતે, “ચર્થમાણતૈકસાર” એટલે કે નરી ચર્વણારૂપ જ હોય છે. એ (ઘડો વગેરેની માફક) પહેલેથી જ સિદ્ધ સ્વભાવવાળો નથી હોતો પણ કેવળ તે સમયે જ એ (રસ) હોય છે એટલે કે ચર્વણા સિવાયના બીજા કોઈ સમયે તે હોતો નથી. એ રસ સ્થાયી ભાવથી જુદો-(વિલક્ષણ) હોય છે - નહિ કે જેમ શંકુક વગેરે કહે છે તેમ વિભાવાદિથી પ્રતીતિ કરાવાતો સ્થાયી ભાવ જ આસ્વાદ્યતાને લીધે રસ કહેવાય છે. એમ માને તો તો લૌકિકરતિ(પ્રેમ) વગેરેમાં પણ રસ કેમ ન અનુભવાય ? કેમ કે જ્યાં રતિ વગેરે નથી ત્યાં પણ જો એ રતિ વગેરે આસ્વાદનો વિષય બને તો પછી લોકમાં જ્યાં એ રત્યાદિ ખરેખર હોય ત્યાં તેમની આસ્વાદિતા(રસનીયતા) કેમ ન હોય? આથી, સ્થાયી ભાવની (જગતમાં) થતી પ્રતીતિ અનુમિતિરૂપ હોય છે એમ કહેવાય. એને રસ ન કહી શકાય. આથી જ ભરતમુનિએ રસસૂત્રમાં “સ્થાયી ભાવનો સમાવેશ કર્યો નથી. એમ કર્યું હોત તો તે ઊલટું કષ્ટદાયક(શૂલરૂપ, અસંગત) થાતુ. “થાયી રીમૂતઃ' (સ્થાયી ભાવ રસ બની ગયો છે) એમ જે કહ્યું છે તે પણ માત્ર ઔપચારિક રીતે, ઔચિત્યને કારણે જ કહ્યું છે (બાકી, સ્થાયીભાવ એ રસ નથી.) આ ઔચિત્ય કે ઉપચાર એ હકીકતમાં રહેલું છે કે તે તે સ્થાયીનાં કારણ અને કાર્ય તરીકે જે વસ્તુઓ લૌકિક વ્યવહારમાં જાણીતી છે તે જ અહીં કાવ્યમાં વિભાવાદિ તરીકે આવી વિભાવન, અનુભાવન વગેરે ચર્વણાને ઉપયોગી કાર્યો કરતી હોય છે. બાકી, લૌકિક ચિત્તવૃત્તિનું અનુમાન કરવામાં રસ શી રીતે મળે? આમ, અલૌકિક ચમત્કારરૂપ રસાસ્વાદ એ સ્મૃતિ, અનુમાન તથા લૌકિક (સુખ-દુઃખાત્મક) સંવેદનથી વિલક્ષણ(જુદો) જ છે. વળી, લૌકિક અનુમાનના સંસ્કારવાળા સામાજિકને નાટકમાં અમદાદિ વિભાવની પ્રતીતિ તાટટ્યથી નથી થતી; પણ હૃદયસંવાદરૂપ સહૃદયતાપૂર્વક પ્રતીતિ થાય છે. આવી પ્રતીતિમાં અનુમાન, સ્મૃતિ વગેરે પગથિયાં ચઢ્યા વગર જ, સહૃદયતાના બળથી ભાવક એ અમદાદિ વિભાવોમાં તન્મય થઈ જાય છે અને તેને ઉચિત ચર્વણા વ્યાપાર વડે વિભાવાદિનો તે એકીસાથે અને અખંડપણે અનુભવ કરે છે. તન્મયીભવનને યોગ્ય એવી વિભાવાદિની ચર્વણા એ અંકુરરૂપ છે અને રસાસ્વાદ એનું પૂર્ણતા પામેલું રૂપ છે. ૩૦૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy