SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે, માત્ર ચર્વણારૂપ જ હોય છે અને તે સિદ્ધ વસ્તુ(પહેલેથી સિદ્ધ વસ્તુ) નથી હોતો (જે ચર્વણાથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં હોય.) રસ એ કેવળ ચર્વણારૂપ, ખાસ અનુભવ છે જે ચર્વણા ટકે ત્યાં સુધી જ ટકે છે. અર્થાત્ ચર્વણાથી અલગ સમયે તે હોતો નથી. તે તો માત્ર તાત્કાલિક (તે વખત પૂરતો) જ હોય છે. ઉદ્યાન, કટાક્ષ, વીક્ષા, શ્રુતિ વગેરે વિભાવાદિ, લૌકિક કારણપણું વગેરે સ્થિતિને અતિક્રમે છે - જે રીતે કારણ, કાર્ય, સહકારી વગેરેને વ્યવહારમાં સમજવામાં આવે છે તે સ્થિતિને તે વટાવી જાય છે - અને પ્રેક્ષકની ચેતનાને સારી રીતે ઉપરંજિત કરવારૂપ કાર્ય કરે છે. આ કાર્યને જ વિભાવના, અનુભાવના વગેરે કહે છે. આ (લૌકિક) કારણો વગેરે, વિભાવ વગેરે અલૌકિક સ્વરૂપ ધારણ કરે છે. (કેમ કે તે લૌકિક કારણાદિથી જુદા છે) અને આ (વિભાવાદિ) નામકરણનો ઉદ્દેશ, પહેલાંના કા૨ણ વગેરેરૂપ સંસ્કારો ઉપર તેઓ આધારિત છે એ બતાવવાનો છે. (અર્થાત્ લૌકિક કારણોથી જન્મતી રતિ વગેરે ચિત્તવૃત્તિના સંસ્કારોને વિભાવાદિ જગાડે છે).આમ, વિભાવાદિને એ પૂર્વવર્તી સંસ્કારોની હયાતીની જરૂર પડે છે અને એ સંસ્કારો વિભાવાદિનો આશ્રય હોય છે, પ્રેક્ષકે, વ્યવહારજીવનમાં બીજા લોકોની સ્થાયી ચિત્તવૃત્તિનું કાર્ય, કારણ અને સહચારીરૂપ નિશાની કે ચિહ્નો વડે, અનુમાન કરવાના અભ્યાસને લીધે, કુશળતા કેળવી હોય છે તે વિભાવાદિની પ્રવૃત્તિ થાય તે માટે આવશ્યક હોય છે. આથી, જ્યાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોનો અમુક પ્રકારનો ચોક્કસ, સંયોગ સધાય છે ત્યાં આપણને ખાતરી થાય કે અહીં શોક એ સ્થાયી ભાવ છે અને કરુણ એ રસ છે. વ્યવહારજગતમાં માણસ, કારણ, કાર્ય અને સહચરરૂપ નિશાનીઓ કે ચિહ્નો(લિંગ) જોઈને બીજાની (રતિ વગેરે) સ્થાયીરૂપ ચિત્તવૃત્તિનું અનુમાન કરવાના અભ્યાસને લીધે એવા અનુમાનમાં કુશળતા પ્રાપ્ત કરે છે. નાટકમાં પણ એ જ ઉદ્યાન, કટાક્ષ, ધૃતિ વગેરે (કારણ, કાર્ય અને સહચર), લૌકિક કારણત્વાદિની ભૂમિકાને અતિક્રમી જઈને, વિભાવના, અનુભાવના અને પ્રેક્ષકની ચેતનાને સારી રીતે ઉપરંજિત કરવાની(પ્રભાવિત કરવાની)જ કામગીરી બજાવતા હોય છે. આથી જ, તેમને વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ એવાં અલૌકિક નામોથી ઓળખવામાં આવે છે. પહેલાંના(લૌકિક) કારણાદિરૂપ સંસ્કારો જ વિભાવાદિના આશ્રયરૂપ હોય છે તે દર્શાવવા માટે તેમને વિભાવ વગેરે વિવિધ નામો અપાય ૩૦૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy