________________
વશ કરવાની ઉત્તમ શક્તિ હોય છે. તેથી તેમનું પણ પ્રાધાન્ય છે. પણ, હાસ્ય વગેરે નીચી પ્રકૃતિના લોકોમાં વધારે જોવા મળે છે. બધા જ નીચી પ્રકૃતિના માણસો હસે છે, શોક કરે છે, ડરે છે, પારકાની નિંદા કરે છે અને જરાક સંસ્કારી વચનો સાંભળે છે તે આશ્ચર્યથી ચકિત થઈ જાય છે. એ હાસ્ય વગેરે પણ જ્યારે રતિ વગેરેના અંગરૂપે આવે છે ત્યારે પુરુષાર્થની સિદ્ધિમાં ઉપકારક બને છે. આ (નવ) જ માત્ર સ્થાયી ભાવો છે. ‘થાય એવી સર્વમુને પ્યામ:' (ના. શા. ૬.૫૦ ઈ) અર્થાતું, “હવે અમે સ્થાયી ભાવોને રસની કોટિએ લઈ જઈશું', એ શબ્દો વડે, ભરતમુનિએ, સ્થાયી ભાવોના નિરૂપણદ્વારા, અપ્રધાન(ગૌણ) તત્ત્વોને રદિયો આપેલો છે જ. (ભરતમુનિએ ઉપરોક્ત વિધાન વડે એવું સૂચવ્યું છે કે માત્ર સ્થાયી ભાવો જ રસત્વ પામે છે, નહિ કે વિભાવાદિ.) : ૭. “સંશય યોગ' એ, અભિનવગુપ્તના મતે, સાતમું અને છેલ્લું વિઘ્ન છે.
વિભાવ, અનુભાવ કે સ્થાયી ભાવો, અલગ અલગ રીતે(પૃથક) કોઈ ચોક્કસ સ્થાયી ભાવ સાથે નિયત સંબંધ ધરાવતા હોતા નથી; જેમ કે, અશ્રુ વગેરે (અનુભાવ), આનંદને લીધે, આંખના રોગ વગેરેને લીધે પણ પ્રગટ થાય છે. વાઘ વગેરે (વિભાવો) ભયનું કે ક્રોધનું કારણ થઈ શકે છે. ભ્રમ, ચિંતા વગેરે (વ્યભિચારી ભાવો), ઉત્સાહ, ભય વગેરે અનેક સ્થાયી ભાવોના સહચારીરૂપે જોવા મળે છે. પણ વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોનો સમૂહ (સંયોગ કે સામગ્રી) ચોક્કસ સ્થાયી ભાવ સાથે નિશ્ચિતપણે સંકળાયેલા હોય છે. આમ, જયાં સ્વજનનો વિનાશ(મત્યુ) એ વિભાવ હોય, વિલાપ, રુદન વગેરે અનુભાવો હોય અને ચિંતા, દૈન્ય વગેરે વ્યભિચારી હોય ત્યાં નિશ્ચિતપણે કહી શકાય કે શોક એ જ સ્થાયી ભાવ છે. આવે સ્થળે સંશય ઉત્પન્ન થાય તો તે વિઘને દૂર કરવા માટે રસસૂત્રમાં મુનિએ “સંયોગ એ શબ્દ મૂક્યો છે. આથી, જ્યાં આવા વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોનું ચોક્કસ સંયોજન હોય ત્યાં આપણને
નક્કી ખ્યાલ આવે છે કે અહીં શોક એ સ્થાયી ભાવ છે અને કરુણ રસ છે. રસ એ અંગત અનુભવ છે
રસ એ એ વસ્તુતત્ત્વ(અર્થ) છે જેને, વિભાવાદિ, સામાજિકના મનમાંજ્યાં એ વારાફરતી મુખ્ય તો ક્યારેક ગૌણ સ્થાને હોય છે ત્યાં – સંપૂર્ણ જોડાણ (સમ્યમ્ યોગ કે સંયોગ) સંબંધ કે એકાગ્રતા પામીને અલૌકિક, નિર્વિન સંવેદનારૂપ ચર્વણાવિષય બનાવે છે. આ રસ, સ્થાયી ભાવથી વિલક્ષણ(જુદો)
૨૯૯