________________
બીજા રસને પરિપોષ પર લઈ જવા સક્રિય હોય છે ત્યારે તે અપ્રધાન જ હોય છે; અને તેથી તેમની પ્રતીતિ સંતોષ જન્માવતી નથી; પણ એનાથી ભિન્ન સ્થાયી ભાવ કે જે પ્રધાનભૂત સ્થાયી ચિત્તવૃત્તિ છે અને જેના પરિપોષ માટે વિભાવાદિ યોજાય છે તે જ ચર્વણાપાત્ર છે અથવા આસ્વાદ્ય છે.
સ્થાયી ભાવો જ પ્રધાન હોય છે (નહિ કે વ્યભિચારી ભાવો); કેમ કે જીવનના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો સાથે જ કેટલાક સ્થાયી ભાવો તો સંકળાયેલા છે, જેમ કે, રતિ(સ્થાયી ભાવ) એ કામ(પુરુષાર્થ) સાથે સંલગ્ન છે તેમ જ ધર્મ અને અર્થ(પુરુષાર્થો) સાથે પણ સંકળાયેલી છે. જ્યાં ક્રોધ પ્રધાન છે ત્યાં ક્રોધ અર્થનિષ્ઠ હોય છે; પણ તે કામ તથા ધર્મમાં પણ પરિણમે છે. ઉત્સાહ, કામ, અર્થ તથા ધર્મ એ ત્રણે પુરુષાર્થોમાં સાથે જોડાયેલો છે અને ધર્મ વગેરે ચારે પુરુષાર્થોમાં શ્રેષ્ઠ મોક્ષનો ઉપાય છે શમરૂમ સ્થાયી ભાવ. આ રીતે રતિ, ક્રોધ, ઉત્સાહ અને શમ એ સ્થાયી ભાવો પ્રધાન છે.
આ બધા જુદા જુદા રસો પરસ્પર ગૌણભાવ ધારણ કરે છે.(અર્થાત્ એક રસ પ્રધાન હોય તો બીજા રસો તેની સાથે ગૌણ ભાવે રહેલા હોય છે) છતાં દરેક રૂપકમાં એક એક રસ પ્રધાન હોય છે જેનું એ રૂપકમાં નિરૂપણ થયું હોય છે અને આમ, રૂપકના ભેદ મુજબ આમાંનો દરેક રસ પ્રધાન બને છે અને બીજા રસો ગૌણ બની જાય છે. વળી, એક જ રૂપકમાં, જુદા જુદા ભાગોમાં, એ જુદા જુદા રસો પણ ખરેખર પ્રધાન હોય તેવું જોવા મળે છે.
આ બધા જ ૨સો સુખપ્રધાન છે; કેમ કે, સ્વસંવિતની ચર્વણારૂપ એકઘન પ્રકાશ આનંદમય જ હોય છે. જેમ કે, લોકમાં એકઘન શોકસંવિતની ચર્વણામાં પણ સ્રીઓ હૃદયવિશ્રાન્તી અનુભવે છે-કારણ શોકના અનુભવ પણ અન્તરાયરહિત વિશ્રાન્તિરૂપ જ હોય છે અને અવિશ્રાન્તિરૂપતા એ જ દુઃખ છે. એટલે જ સાંખ્યવાદીઓ(કપિલ મુનિના અનુયાયીઓ) ચાંચલ્યને જ રજોગુણનું લક્ષણ તથા દુઃખનો પ્રાણ ગણે છે. આથી જ, બધા જ રસો આનંદરૂપ છે - આનન્દ્રરૂપતા સર્વરક્ષાનામ્ । આમ છતાં, ઉપરંજન રૂપે એ રસોમાં પણ વીર રસની માફક, કટુતાનો સ્પર્શ(છાંટ) હોય છે જ; કારણ, કલેશ એ સહિષ્ણુતા વગેરે એ વીર રસના પ્રાણ છે.
આમ રતિ વગેરે સ્થાયી ભાવોની પ્રધાનતા છે. જ્યારે હાસ્ય વગેરેના વિભાવો તો વધા જ લોકો માટે સુલભ હોય છે અને તેથી તેમની અંદર હૃદયને
૨૯૮