SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. પ્રતીતિના ઉપાયોનું વૈલ્ય એ ચોથું વિઘ્ન છે. જો પ્રતીતિ અથવા જ્ઞાનનાં સાધનો જ ગેરહાજર હોય તો પ્રતીતિ કે જ્ઞાન પોતે પણ સ્વાભાવિક રીતે જ ગેરહાજર હશે. આપણી સામે રજૂ થતી વિષયસામગ્રીના તાત્કાલિક અને પર્યાપ્ત સાક્ષાત્કાર કે જ્ઞાન માટે આપણી પાસે આંખો, બે કાન વગેરે હોવાં જોઈએ. એ આંખો, કાન આદિ જ જો ન હોય તો આપણે આપણને થતા જ્ઞાનની સચ્ચાઈ વિશે ખાતરી ધરાવી શકતા નથી. આમ અવિકલ, સાબૂત જ્ઞાનેન્દ્રિયો ન હોય તો તે “પ્રતીત્યુપાયવૈકલ્ય' નામનું મોટું વિઘ છે. ફુટત્વનો અભાવ (સ્ફટતાભાવઃ) એ પાંચમું વિધ્ર છે. અસ્ફટ પ્રતીતિ કરાવનાર શબ્દ(પ્રમાણ) કે જેના ઉપરથી નિરૂપણ પામતી વસ્તુનું અનુમાન(પ્રમાણ) થઈ શકે એવાં લિંગ(ચિહ્ન) હોવા છતાં પણ પ્રતીતિની વિશ્રાંતિ શક્ય બનતી નથી; કેમ કે, સ્પષ્ટ પ્રતીતિરૂપ પ્રત્યક્ષ અનુભવને અનુરૂપ નિશ્ચિતતાની એમાં અપેક્ષા રહેતી હોય છે. કારણ, ન્યાયસૂત્ર - ભાગ(૧.૧૩)માં વાત્સ્યાયને કહ્યું છે કે સર્વા વેયં પ્રતિઃ પ્રત્યક્ષપરા | અર્થાત્ બધું જ સાચું જ્ઞાન પ્રત્યક્ષ અનુભવ પર આધારિત હોય છે. એ વાત બધા જ માન્ય રાખે છે કે જે ચીજ પ્રત્યક્ષ પ્રતીતિથી આપણા જાણવામાં આવી હોય છે તે ગમે તેટલાં અનુમાનોથી કે શબ્દથી (શાસ્ત્રવચનોથી) અન્યથા સિદ્ધ થઈ શકતી નથી. અલાતચક્ર જેવા કિસ્સાઓમાં તો વધારે બળવાન પ્રત્યક્ષ જ્ઞાન થયા પછી જ પહેલું જ્ઞાન અપ્રતીતિકર લાગે છે. આ પાંચમું વિક્રૂ તથા ઉપરોક્ત ત્રીજું વિધ્ર દૂર કરવા માટે, નાટકની ભજવણીમાં, આપણે, અનુમાન તથા શબ્દ બન્નેથી ભિન્ન, પ્રત્યક્ષ અનુભવ જેવા જ, વાસ્તવલક્ષી લોકધર્મી,વૃનિ અને પ્રવૃત્તિથી યુક્ત, ચતુર્વિધ અભિનયનો જ ઉપયોગ કરીએ છીએ.(નાટ્યશાસ્ત્રના વીસમા અને બારમા અધ્યાયમાં વૃત્તિ અને પ્રવૃત્તિની વિચારણા થઈ છે.) અભિનય એ ખરેખર તો, શબ્દ અને અનુમાન પ્રમાણથી જુદી જ ક્રિયા છે અને તે પ્રત્યક્ષ જ્ઞાન જેવી જ ક્રિયા છે. અપ્રધાનતા એ છછું વિધ્ર છે. નાટકમાં કોઈ પ્રધાન વસ્તુનો જ અભાવ હોય ત્યારે આ વિધ્ર ઉત્પન્ન થાય છે. પ્રધાન વસ્તુને બદલે, અપ્રધાન વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં કોને રસ પડે? માનવીનું મન, અપ્રધાન વસ્તુની પ્રતીતિથી સંતોષ પામતું નથી અને તે પ્રધાન વસ્તુ તરફ જ દોડે છે. આમ જ, જડ વિભાવો, અનુભાવો તથા સંવિદાત્મક વ્યભિચારી ભાવો કે જે કોઈક ૨૯૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy