________________
મોહ, તટસ્થતા કે ઉદાસીનતા વગેરે) બીજા પ્રકારનાં સંવેદનો અવશ્ય જાગે છે જે નક્કી વિધરૂપ થઈ પડે છે(હૃદયસંવાદમાં બાધારૂપ થઈ પડે છે.) બીજા વિશ્નના નિવારણ માટે “નાટ્યધમી'ઓનું મહત્ત્વ
પ્રેક્ષકોને સ્પર્શતું આ બીજું વિઘ દૂર કરવામાં “નાટયધર્મીઓ મદદરૂપ થાય છે. વ્યવહારજગતમાં જે નથી હોતાં પણ જે માત્ર રંગભૂમિ સાથે સંકળાયેલાં હોય છે તે પૂર્વરંગવિધિ(ના. શા. ૫. ૧૫૮), પ્રસ્તાવના(ના. શા. ૨૦.૩૦) તેમ જ રંગમંડપના વિભાગ દર્શાવતી (રંગપીઠની) કક્ષાઓ, રંગમંચ, વિવિધ વેશભૂષાઓ, નાટકમાં વપરાતી જુદી જુદી ભાષાઓ ઈત્યાદિ ઉપરાંત નટોના મુગટ વગેરે વેશો જેના વડે તેઓ પોતાની ઓળખ છુપાવે છે - એ બધી અભિનયકળાઓ જે નાટ્યધર્મીઓ કહેવાય છે તે આ વિનું નિવારણ કરવાના ઉપાયરૂપ છે. આ બધાને લીધે, “આ ખાસ માણસને, આ ખાસ જગ્યાએ, આ ખાસ સ્થળે સુખ, દુઃખ આદિનો અનુભવ થાય છે એવું પ્રેક્ષકને લાગતું નથી. પ્રેક્ષક જે દશ્ય જુએ છે તેમાં, એક તરફ નટનું સાચું સ્વરૂપ ઢંકાઈ જાય છે અને બીજી તરફ, પ્રેક્ષકનું મન રજૂ થતા સ્વરૂપમાં પૂરેપૂરું વિશ્રાંતિ પામતું નથી તેથી, નટ જે રામ વગેરે મૂળ પાત્રોની ભૂમિકા ભજવે છે તે મૂળ પાત્રના સ્વરૂપમાં પણ પ્રેક્ષકને નિશ્રાંતિનો અનુભવ થતો નથી. આથી અંતે, નટના ખરા સ્વરૂપનો તેમ જ મૂળ રામાદિ પાત્રના સ્વરૂપનો, બન્નેનો, છેદ ઊડી જાય છે; બન્ને સ્વરૂપો ઢંકાઈ જાય છે. સાધારણીભાવ સિદ્ધ કરવા માટે, રસચર્વણાને અત્યંત ઉપયોગી બાબતો તરીકે, ભરતમુનિએ આ સર્વ સંબદ્ધ વિષયોની યોજના કરેલી છે. ૩. નિજમુખાદિવિવશીભાવ એ ત્રીજું વિઘ છે. પોતાનાં જ સુખદુઃખ વિશે
વિચાર કરવાથી પ્રેક્ષક વિવશ થઈ જાય ત્યારે આ વિઘ ઉપસ્થિત થાય છે. જે માણસ પોતાનાં જ સુખદુઃખથી અભિભૂત થઈ જાય તે કોઈ બીજી બાબતમાં એકાગ્ર થઈ જ કેવી રીતે શકે ? રસાસ્વાદ માટે જરૂરી ચિત્તવિશ્રાંતિ એવો માણસ પામે કેવી રીતે? આ વિઘના નિવારણ માટે નાટકની ભજવણીમાં, કંઠ્ય અને વાઘ સંગીત, ગીતો, મંડપની સજાવટ, વિદગ્ધ ગણિકાઓનું નૃત્ય વગેરેની યોજના કરવામાં આવે છે, જેથી, સાધારણીકરણના પ્રભાવથી, આ સૌંદર્યસામગ્રીને બધા જ પ્રેક્ષકો માણી શકે છે. એટુલું જ નહીં, એનાથી હૃદયહીન(અરસિક) માણસ પણ હૃદયની નિર્મળતા(ઋજુતા) પ્રાપ્ત કરીને, રસાસ્વાદ લેતો સહૃદય બની જાય છે.
૨૯૬