________________
૪. પ્રતીતિ-ઉપાય-વૈકલ્ય; ૫. ફુટત્વનો અભાવ; ૬. અપ્રધાનતા; અને ૭. સંશયયોગ. સાત વિઘાનું સ્વરૂપ અને નિવારણ ૧. સંભાવના વિરહરૂપ પ્રતિપત્તિની અયોગ્યતા એ પહેલું વિઘ્ન છે. તખ્તા પર
રજૂ થતા સંવેદ્ય વસ્તુને જ સંભવિત ન માની શકનાર, પોતાની સંવિતનો સંવેદ્ય વસ્તુમાં પ્રવેશ જ કરાવી શકતો નથી. પછી, એમાં વિશ્રાંતિની વાત જ શી ? (અર્થાતુ, એ વસ્તુ પ્રેક્ષકનું પૂરેપૂરું ધ્યાન રોકી શકે નહીં). આ પ્રથમ વિદ્ધ છે. એનું નિવારણ લોકસામાન્ય વસ્તુના દર્શનથી થતો હૃદયસંવાદ છે. (કારણ, લોકસામાન્ય ઘટના પ્રેક્ષકના ચિત્તમાં વધારે તત્પર પ્રતિભાવ પ્રેરી શકે છે.) અલોકસામાન્ય ઘટનાઓ પ્રસ્તુત કરવાની હોય ત્યારે રામ વગેરે પ્રખ્યાત પુરુષો પસંદ કરવા; કારણ, એમની અખંડ પ્રસિદ્ધિને, લીધે એ પાત્રોમાંની આપણી ઊંડી આસ્થાને કારણે એમની મહાન અને અશક્ય કાર્યો પાર પાડવાની શક્તિમાં આપણને વિશ્વાસ હોય છે. એટલે જ તો, અસામાન્ય ઉત્કર્ષ નિરૂપીને ઉપદેશ(વ્યુત્પત્તિ) આપવાનો હેતુ ધરાવતાં નાટકો વગેરેમાં, પ્રખ્યાત વસ્તુ તથા પાત્રોનું જ નિરૂપણ કરવાનો નિયમ છે. પ્રહસન વગેરે(પ્રકારો)માં એમ કરવું જરૂરી નથી. સ્વગત - પરગત - દેશ - કાલાદિવિશેષાવેશ એ બીજું વિબ છે. (“નાટક જોતી વખતે') ભાવક પોતાનાં જ (સ્વગત) સુખદુઃખને જ આસ્વાદ લેતો હોવાથી, સુખનો આસ્વાદ લેતો હોય ત્યારે એ સુખ ચાલ્યું જશે એવી બીકથી અથવા તે સુખને જાળવી રાખવાની ચિંતાથી અથવા તેવા જ બીજા અનુભવો લેવાની ઇચ્છાથી; અને, દુઃખનો આસ્વાદ લેતો હોય ત્યારે એ દુઃખથી છૂટવાની ઇચ્છાથી અથવા તેને કહેવાની ઇચ્છાથી અથવા તેને સંતાડવાની ઇચ્છાથી અને એવી જ બીજા પ્રકારે થતી લાગણીઓથી, તેની અંદર બીજા પ્રકારની સંવેદના ઉત્પન્ન થાય છે(જેથી મૂળ સંવેદનાને હાનિ થાય છે). આ મોટું વિઘ્ન છે.
જે ભાવકો પરગત ભાવે(પારકાનાં સુખદુઃખ હોય તે રીતે) નાટક વગેરે જુએ છે તેમની અંદર પણ, સુખદુઃખના સંવેદન(આસ્વાદ) વખતે, (સુખ, દુઃખ,
૨૯૫