SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ર વીસ્ય અધુરાંશ વિરાગ શાન' એ પ્રસિદ્ધ શ્લોક(અવતરણ-૩૮)માં કહ્યું છે કે, “સુંદર દશ્યો જોઈને અથવા મધુર શબ્દો સાંભળીને સુખી જીવ પણ ઉદાસ થઈ જાય છે અને તે વાસનારૂપે રહેલી, બીજા જન્મની મૈત્રીને અજાણતાં જ સ્મરે છે.” આ શ્લોકમાં “મતિ' (સ્મરે છે) એ શબ્દથી જે સ્મૃતિનો ઉલ્લેખ કર્યો છે તે તર્કશાસ્ત્રમાં આવતી “સ્મૃતિ' નથી; કેમ કે, એ વિષય(અર્થ) અગાઉ અનુભવમાં આવ્યો જ નથી તેથી. પણ એ સ્મૃતિ તો સાક્ષાત્કારના સ્વરૂપની છે અને તેનું બીજું નામ છે “પ્રતિભાન'. ટૂંકમાં, આ સ્મૃતિ, રતિના આસ્વાદરૂપ પ્રતીતિ જ છે. (અર્થાત, સાધારણીકૃતં સ્થાયી ભાવ (પ્રેમ, ગુસ્સો ઇત્યાદિના) સાક્ષાત્કારના સ્વરૂપની પ્રતીતિ છે.) આ કારણથી જ, એટલે કે એ પ્રતીતિ સ્થળ, કાળની બીજી વધારાની કોઈ વિશેષતાઓથી પ્રભાવિત/મર્યાદિત થયેલી ન હોવાથી, એ પ્રતીતિ આસ્વાદનો વિષય બની રહે છે અને તે કારણથી તે લૌકિક પ્રતીતિ નથી, મિથ્યા પ્રતીતિ નથી, અનિર્વચનીય પ્રતીતિ નથી, લૌકિક પ્રતીતિ જેવી (શંકુકના મતે અનુકરણરૂપ) નથી કે આરોપ વગેરે સ્વરૂપની પ્રતીતિ નથી. (જેમ કે, સાચું જ્ઞાન બાધિત થાય ત્યારે ખોટું જ્ઞાન ઉદ્ભવે છે.) દેશ, કાલ વગેરેથી તે મર્યાદિત નથી એ દર્શાવવા આપણે એને ઉપચયની અવસ્થા કહી શકીએ, એમાં લાગણીઓનું ભાવોનું અનુમાન છે, પુનઃકરણછે, અનુસરણ છે તેથી તેને અનુકરણ કહેવું હોય તો કહો, બૌદ્ધોના વિજ્ઞાનવાદ મુજબ એને વિષયસામગ્રી (કે જુદાં જુદાં તત્ત્વોનું સંયોજન) કહેવી હોય તો ભલે કહો (આ મત મુજબ અસ્તિત્વ ધરાવતી દરેક ચીજ શુદ્ધ ચેતના છે જે પ્રતીતિરૂપ છે); પણ એ વાત નિર્વિવાદ છે કે નિર્વિન રસનારૂપ પ્રતીતિથી ગ્રહણ કરાતો ભાવ તે જ રસ છે. - આમાં જે વિદ્યો આવે છે તેને દૂર કરનાર વિભાવ વગેરે છે. રોજિંદા વ્યવહારમાં પણ,બધાં જ વિઘોથી પૂરેપૂરી મુક્ત પ્રતીતિ(સંવિત્તિ)ને જ “ચમત્કાર', નિર્વેશ', “રસના', “આસ્વાદન”, “ભોગ”, “સમાપત્તિ', ‘લય”, “વિશ્રાન્તિ' વગેરે શબ્દોથી ઓળખવામાં આવે છે. રસપ્રતીતિની આડે આવતાં સાત વિઘો ૧. સંભાવના-વિરહરૂપ પ્રતિપત્તિની અયોગ્યતા; ૨. સ્વગત-પરગત-દેશ-કાલાદિ વિશેષાવેશ; ૩. નિજમુખાદિવિવશીભાવ; ૨૯૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy