SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ નથી તો પૂરેપૂરો ડૂબેલો કે તિરસ્કૃત થયેલો હોતો કે નથી થયો હોતો વિશેષરૂપે ઉલ્લિખિત કે ખીલેલો. એવું જ બીજા આત્માઓમાં પણ બને છે. આને કારણે જ, એ અનુભવમાં રહેલી સાધારણ્યની સ્થિતિ પણ મર્યાદિત નથી હોતી; બલકે, વિતત(વિસ્તરેલી) હોય છે. જેમ, ધુમાડા અને અગ્નિની કે ભય અને ધ્રૂજવાની વ્યાપ્તિનો સંબંધ વસ્તુતઃ સમજાય છે તે ક્ષણે બને છે તેમ (એ સાધારણ્ય પણ વ્યાપક(વિતત) હોય છે.) નાટકમાં આ વસ્તુને સાક્ષાત્ અનુભવરૂપે પરિપુષ્ટ કરે છે નટ વગેરે સામગ્રી, આ સામગ્રીમાં, વસ્તુતઃ એક તરફથી દેશ, કાળ, પ્રમાતાવિશેષ વગેરે નિયમહેતુઓ (મર્યાદિત કરતાં કારણો) અને બીજી તરફ કાવ્યદ્વારા પૂરી પડાતાં કારણો, એકબીજાનો છેડ ઉડાડી દે છે, અને પછી બિલકુલ જતાં રહે છે તે કારણથી, એ જ સાધારણીભાવ સારી રીતે પુષ્ટ થાય છે. એટલે, સામાજિકોની પ્રતીતિની એકવાક્યતા (એકઘનતા)રજ, એ રીતે પરિપુષ્ટ થયેલી હોવાથી, સર્વે સામાજિકોમાં રસનો પરિપષ કરે છે – આમ એટલા માટે બને છે કે બધા જ સામાજિકોનાં ચિત્ત અનાદિ વાસનાથી ચિત્રિત થયેલાં હોય છે એટલે નાટક જોતી વખતે તેમની વાસનાઓ એકબીજા સાથે સંવાદી બને છે. એ નિર્વિઘ સંવિતું કે ચેતના એ જ ચમત્કાર અને એનાથી ઉત્પન્ન થતા શારીરિક ફેરફારો અથવા એમાંથી જન્મતા વિકારો - કંપ, પુલક, શરીરનાં અંગોની હર્ષયુક્ત હિલચાલ વગેરે પણ ચમત્કાર કહેવાય છે; જેમ કે, “વિવેકમાં ઉદા. ૧૫૯માં રજૂ થયેલી આ ગાથા અન્ન વિ હરિ મારૂં એ ગાથાનું સંસ્કૃત રૂપ છેઃ अद्यापि हरिश्चमत्कृतो भवति कथंकथमपि न मन्दरेण दलितानि। चन्द्र कलाकन्दलसच्छानि लक्ष्म्या अंगानि ॥ અભિનવભારતી'માં ઉદ્ધત થયેલી આ ગાથાનો અર્થ છે – સમુદ્રમંથન વખતે લક્ષ્મીનાં, ચન્દ્રની કળાના ટુકડા જેવાં સ્વચ્છ અને સુકોમળ અંગો, મંદરાચળરૂપી રવૈયાથી દબાઈ કેમ ન ગયાં – એ વિચારથી આજે પણ હરિને ચમત્કાર(રોમાંચ) થાય છે !”૮૩ વસ્તુતઃ ચમત્કાર એટલે કદી તૃપ્ત ન થવું અને અવિરત ભોગાવેશમાં મગ્ન થઈ જવું છે અને એ ચમત્કાર સાક્ષાત્કારરૂપ મન વડે થતો અનુભવ છે, સંકલ્પ છે, સ્મૃતિ છે જે તે પ્રમાણે પ્રત્યક્ષ સ્કુરાયમાણ થાય છે. બસ. શાકુન્તલ(૫.૨)માં ૨૯૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy