________________
સ્થાયી વગેરેનું જ્ઞાન થાય છે, અને પછી, સર્વસાધારણપણે, રસ આસ્વાદાય છે. સ્થાયી વગેરેનું પહેલાં જ્ઞાન થતું હોવાથી, સ્થાયી વગેરેને, પાછળથી આસ્વાદાતા રસના, “ભાવક અર્થાત્ નિષ્પાદક કહેવાય છે. આથી, રસ એ જ કાવ્યર્થ છે એ વાત પાકી થઈ.
અને, અવતરણ-૩૭ (વિવેક, પૃ. ૯૮)માં કારોમાતવાન શાહૂ: એ વાક્યથી શરૂ થતા ત્રણ શ્લોકો વડે આ વાત સ્પષ્ટ થાય છે. “સામ્બે સૂર્યની સ્તુતિ કરી તેથી તે રોગમુક્ત થયો’ એ વાક્ય સાંભળતાં આપણને પહેલાં તેનો વાચ્યાર્થ સમજાય છે અને પછી, “જે કોઈ સૂર્યનું સ્તવન કરે તે નીરોગી થાય એ પ્રકારની પ્રસ્તુત વાક્યમાં સ્વીકારેલી સ્થળ, કાળ, વ્યક્તિ વગેરેને લગતી બાબતોને રદ કરતી, સામાન્ય સ્વરૂપની પ્રતીતિ, ભાવકના મનમાં અચૂક જાગે છે અને હું પણ સૂર્યની સ્તુતિ કરું ને રોગથી મુક્ત થાઉં એવું ભાવકને થાય છે.
એવી જ રીતે, કાવ્યરૂપ શબ્દમાંથી, સહૃદયને, વધારાની(અધિક) પ્રતીતિ થાય છે. રસાનુભવ અનન્ય છે, અસાધારણ છે.
આવા અધિકારી ભાવક, “અભિજ્ઞાનશાકુન્તલ' નાટકનો પ્રીવાબાપાનકૂo એ પ્રસિદ્ધ શ્લોક(૧.૨) વાંચે છે ત્યારે, શ્લોકનો વાચ્યાર્થ સમજાયા પછી તરત જ, ભાવકને સાક્ષાત્કારાત્મકમાનસી પ્રતીતિ થાય છે જે પ્રતીતિ, એ શ્લોકમાં આવતી દેશકાલની મર્યાદાઓથી મુક્ત હોય છે. એમાં જે મૃગબાળ દેખાય છે તે તેની વિશેષતા વિનાનો, માત્ર ભયભીત હોય છે. તેને ત્રાસ દેનાર, નટ, જે હરણની ભૂમિકા ભજવે છે તે પણ અપારમાર્થિક છે, સાચો નથી. એટલે, એ દશ્યમાંથી, દેશ, કાલ વગેરેથી મુક્ત, કેવળ ભય જ પ્રતીત થાય છે. ભયની આ પ્રતીતિ, “હું બીધેલો છું, તે – મારો શત્રુ, મિત્ર કે બીજો કોઈ બીધેલો છે એ પ્રકારની રોજિંદી(લૌકિક) કે સામાન્ય પ્રકારની પ્રતીતિઓથી વિલક્ષણ (જુદી જ) હોય છે, કારણ, આ લૌકિક પ્રતીતિઓ, ટાળવું ઈત્યાદિરૂપ નવા પ્રકારનાં માનસિક સંચલનો પેદા થવાથી પ્રભાવિત થાય છે જે સુખ-દુઃખ વગેરેથી યુક્ત હોય છે અને તે કારણથી જ એ સંચલનો બહુવિધ વિદ્યથી ભરપૂર હોય છે.
આથી ઊલટું, ભયની ઉપરોક્ત વૃત્તિ, નિર્વિધ્ર પ્રતીતિનો વિષય છે અને એ આપણાં હૃદયમાં સાક્ષાત્ પ્રવેશ કરતી, આપણી આંખો સામે નૃત્ય કરતી હોય છે એમ કહી શકાય. આ જ ભયાનક રસ છે. આ પ્રકારના ભયમાં, આપણો આત્મા
૨૯૨