SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ વળી, સત્ત્વ વગેરે ગુણોનાં અંગાંગી મિશ્રણો તો અનંતવિધ કલ્પી શકાય એમ છે - એક વખતે એક પ્રધાન હોય, બીજા વખતે બીજું. એટલે આસ્વાદ કે ભોગીકરણના ત્રણ જ પ્રકારની મર્યાદા બાંધવી અર્થહીન છે. હવે, ઉપર ઉલ્લેખેલા અવતરણ-(૨૪)(શ્લો.૨)માં ભાવનાભાવ્ય પોડપિ ઍIRાત્રિાપો દય' અર્થાત્ “ભાવના વ્યાપાર વડે શૃંગાર વગેરે રસસમૂહ આસ્વાદયોગ્ય (ભાવિત) થાય છે.” એમ ભટ્ટનાયકે જે કહ્યું છે તેમાં ‘ભાવના એ શબ્દ, “કાવ્ય એ રસના ભાવન કે આસ્વાદનો વિષય બને છે અને તેમાં વિભાવાદિ વડે ઉત્પન્ન થતી ચર્વણાત્મક આસ્વાદરૂપ પ્રતીતિ થાય છે એ અર્થમાં વપરાવો હોય તો, અભિનવ કહે છે કે અમે તેનો સ્વીકાર જ કરીએ છીએ.૭૭ વળી, સંસર્વિથા એ શ્લોક(વિવેક, પૃ. ૯૭, અવતરણ-૩૫)માં જે એમ કહ્યું છે કે, “જેમ શાસ્ત્રોમાં સંસર્ગ વગેરે, ફળ સાથે સંયોગને કારણે તથા એકત્વને કારણે. તેમ જ વાક્યર્થ પોતે જ અહીં શંગાર વગેરે રસ કહેવાય છે,” તે પણ તમારો મત અમને સંમત મત છે – અમારો જ મત છે. અભિનવગુપ્તની રસમીમાંસા તો એ પરિશુદ્ધ તત્ત્વ કહો' અર્થાત્ ભૂલ વગરનું રસાનુભવનું સ્વરૂપ કહો’ એમ કહેવામાં આવતાં, પોતાનો મત રજૂ કરતાં, અભિનવગુપ્ત કહે છે : “એ તો ભરતમુનિએ (નાટ્યશાસ્ત્રમાં કહેલું જ છે. હું કંઈ નવું કહેતો નથી. મુનિએ કહ્યું છે જ કે, વ્યાર્થીનું ભાવ ચીતિ માવાઃ | (વિવેક, પૃ. ૯૭, અવતરણ-૩૬, ના. શા. અ. ૭, પૃ. ૩૪૨) અથાત્ “કાવાર્થોને(રસોને) આસ્વાદયોગ્ય બનાવે તે ભાવ.” એનો અર્થ એ કેક કાવ્યમાંના પદાર્થો તથા વાક્યર્થો બન્નેનું રસીમાં જ પર્યવસાન થાય છે. આ રીતે, અસાધારણતાના કારણે તેમ જ પ્રાધાન્યને કારણે, કાવ્યના અર્થો રસો જ છે. આમ કાવ્યર્થ એટલે રસ છે; કેમ કે રસ એ કાવ્યનો પ્રધાનપણે અભિપ્રેત અર્થ છે. એટલે અહીં અર્થ એટલે અભિધેય(વાચ્યાર્થ) સમજવાનો નથી. રસ, ભાવ વગેરેનું સ્વશબ્દથી નિવેદન થતું નથી એ મેં (‘લોચન'માં) બતાવેલું છે જ. આ રીતે, રસ એ કાવ્યર્થ છે અને જે સ્થાયી, વ્યભિચારી એ રસોને સ્વાદયોગ્ય બનાવે છે તે ભાવો કહેવાય છે. સ્થાયી-વ્યભિચારીના કલાપમાંથી (સમૂહમાંથી) જ આસ્વાદ્ય, અલૌકિક અર્થ, એટલે કે, રસ, સિદ્ધ થાય છે. પહેલાં, ૨૯૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy