________________
ભટ્ટનાયકના મતની અભિનવગુપ્ત કરેલી સમીક્ષા
સમીક્ષાનો આરંભ કરતાં, અભિનવગુપ્ત, સંભવતઃ ભટ્ટનાયકના હાલ અપ્રાપ્ય ગ્રંથ “હૃદયદર્પણ'માંથી બે શ્લોકો, વત્સ વદિ એટલે કે, “કેમ કે, તેમણે (ભટ્ટનાયકે) પોતે જ કહ્યું છે, એમ કહીને ઉદ્ધત કરે છે વિવેક, પૃ. ૯૬-૯૭, અવતરણ-૩૪); જેમનો અર્થ આ પ્રમાણે છે અને જેમાં ભટ્ટનાયકનો મત સમાઈ જાય છે :
૧. અભિધા, ભાવના અને ભોગીકૃતિ(ભોગ) એ ત્રણ વ્યાપારો (રસાનુભવમાં) હોય છે. શબ્દ, અર્થ અને અલંકાર અભિધાવ્યાપારથી અભિહિત થયા પછી; - ૨. શૃંગાર વગેરે રસસમૂહ, ભાવના નામના વ્યાપાર વડે ભાવિત થાય છે, અને તે રસોને ભોગીકૃતિ નામના વ્યાપાર વડે, અધિકારી ભાવકો આસ્વાદે છે.
હવે, અભિનવગુપ્ત કહે છે કે, ભટ્ટનાયકે ભઠ્ઠલોલટ વગેરેના મતમાં જે દોષો દર્શાવ્યા છે તે બાબતમાં અમે ભટ્ટનાયક સાથે સંમત છીએ. એટલે લોલૂટાદિના મતનું ખંડન કરવાનું રહેતું નથી. પણ જ્યાં સુધી ભટ્ટનાયકે પ્રતીતિ વગેરેથી જુદો જે ભોગ નામનો વ્યાપાર કચ્યો છે તે આ જગતમાં કયા પ્રકારની ચીજ છે એ અમે સમજી શકતા નથી (પ્રતીતિથી અલગ ભોગવવાની કઈ પ્રક્રિયા હોઈ શકે એ અમે જાણતા નથી). તમે દલીલ કરો છો તેમ “ભોગ” એ જો રસનારૂપ હોય તો એ પણ એક પ્રકારની પ્રતીતિ જ છે – પણ એનો ઉપયોગ જુદો હોવાથી એને માત્ર જુદું નામ જ આપ્યું છે, જેમ, પ્રત્યક્ષ દર્શન, અનુમાન, શ્રુતિ, ઉપમિતિ, પ્રતિભાન(અંતઃસ્કુરણાની અગમ્યશક્તિ) વગેરેનાં, ભિન્ન ઉપાયોને કારણે, એ જ પ્રમાણે, અલગ અલગ નામો છે. વળી રસ ઉત્પન્ન પણ નથી થતો અને રસ અભિવ્યક્ત પણ નથી થતો એમ કહેવાથી તો રસ નિત્ય છે અથવા રસ છે જ નહીં (નિત્યો વાડકન વા રસ તિ) એમ જ માનવું પડશે. ત્રીજી કોઈ શક્યતા છે જ નહીં. વળી, જે વસ્તુની પ્રતીતિ જ થતી નથી તે વસ્તુનું અસ્તિત્વ છે એમ કહેવું અર્થહીન છે.
ભટ્ટનાયકના અનુયાયીઓ કદાચ કહેશે કે રસની પ્રતીતિ એ જ ભોગીકરણ(ભોગવવાની ક્રિયા) અને તે દ્રતિ, વિસ્તાર અને વિકાસરૂપ હોય છે. તે ભલે હોય. પણ એ માત્ર આ ત્રણ જ રૂપે હોય તે અસંભવિત છે. કારણ કે, જેટલા રસો છે તેટલી જ રસાસ્વાદરૂપ ભોગીકરણ નામની પ્રતીતિઓ પણ છે.
૨૯૦