SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ તોપણ આપણને રસાનુભવ થવો શક્ય નથી; કેમ કે, એમ તો લોકવ્યવહારની ઘટનામાં પણ રસાનુભવ થઈ શકે એમ માનવું પડે. (બીજા શબ્દોમાં જો અનુમાનથી રસાસ્વાદ થઈ શકે તો પ્રત્યક્ષ દર્શનથી તો વધારે સારી રીતે રસાસ્વાદ થવો જોઈએ) પણ એમ બનતું નથી. ઊલટું પ્રેમી યુગલની ચેષ્ટાઓ પ્રત્યક્ષ જોઈને તો જોનારને લજ્જા, જુગુપ્સા,સ્પૃહા વગેરે ચિત્તને વ્યગ્ર કરતી ઊર્મિઓ જાગે છે. આવા દૃશ્યમાં જોનાર રસાસ્વાદ લે છે એવું તો કહેવાય જ શી રીતે ? હવે જો, રસની પ્રતીતિ પરગતરૂપે થતી હોય – કોઈ ત્રીજી વ્યક્તિમાં રસ છે એવી પ્રતીતિ થતી હોય-તો સામાજિકમાં તટસ્થતા કે ઉદાસીનતાનો ભાવ જાગે. તેથી રસાનુભવ જ ન થાય. આ રીતે, રસની પ્રતીતિને અનુભવરૂપ, સ્મૃતિરૂપ, ઇત્યાદિ માનવી યોગ્ય નથી. રસ ઉત્પન્ન થાય છે એ મતમાં પણ આ જ દૂષણો બતાવી શકાય છે. રસ પહેલાંથી જ શક્તિરૂપે કે વાસનારૂપે રહેલો હોય છે અને પછી તે અભિવ્યક્ત થાય છે એમ માનીએ તો મુશ્કેલી એ થશે કે શક્તિરૂપે રહેલા એ રસને, વિભાવાદિ સાધનોની અનુકૂળતા મુજબ, ઓછી-વધતી, તેમ જ ક્રમિક અભિવ્યક્તિ પ્રાપ્ત થશે અને અગાઉ જે મુશ્કેલીઓ સામે આવી હતી - રસ સ્વગતરૂપે અભિવ્યક્ત થાય છે કે પરગત રૂપે ? - એ પુનઃ સામે આવશે. ભટ્ટનાયકના મતે રસાસ્વાદનું સ્વરૂપ – એટલે અમારો મત આ છે - ૨૩ કાવ્યમાં, દોષના અભાવ અને ગુણ તથા અલંકારના સદ્ભાવરૂપ લક્ષણવાળા તેમ જ નાટકમાં, ચાર પ્રકારના અભિનયરૂપ લક્ષણવાળા, અભિધાથી જુદા અને વિભાવાદિનું સાધારણીકરણ કરવારૂપ, ભાવના નામના વ્યાપારથી, રસ આસ્વાદયોગ્ય બને છે. આ ભાવના-વ્યાપાર વડે ભાવકના ચિત્તનાં મોહ વગેરે સંકટો કે વિઘ્નોનું નિવારણ થાય છે અને એ ભાવનાથી ભાવિત થયેલો અથવા આસ્વાદયોગ્ય બનેલો રસ, અનુભવ અને સ્મૃતિ વગેરેથી ભિન્ન એવા ભોગ નામના ત્રીજા વ્યાપાર વડે ભોગવાય છે. આ ભોગ(કે રસાનંદ કે આસ્વાદની ક્રિયા) સત્ત્વ, રજસ્ અને તમન્ના (અનુવેધ) મિશ્રણથી વૈચિત્ર્યમય બનેલી હોય છે અને તેથી ક્રુતિ, વિસ્તાર અને વિકાસરૂપ હોય છે. એ (ભોગ) ભાવકની પોતાની ચેતના(સ્વસંવિત્)ની વિશ્રાંતિરૂપ લક્ષણવાળો હોય છે અને સત્ત્વના ઉદ્રેકને લીધે એ આનંદ તથા પ્રકાશમયજ હોય છે. એ આસ્વાદ(ભોગ) પરબ્રહ્મના આસ્વાદ જેવો(સવિધ) હોય છે.પ ૧ ૨૮૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy