________________
શક્તિથી યુક્ત હોય છે. આ વિચારકો એમ પણ માને છે કે આ સામગ્રીમાં, વિભાવો દલ સ્થાને હોઈ ઉપાદાનભૂત છે અર્થાત્ એ માનસિક ભાવો નથી;
જ્યારે, અનુભાવો તથા સંચારી ભાવો, એમના ઉપર, સંસ્કાર કરનારા છે. એ વિભાવાદિરૂપ સામગ્રીમાંથી સુખદુઃખ સ્વભાવવાળા, આંતરિક, સ્થાયી ભાવો ઉત્પન્ન થાય છે અને તે જ રસ છે.
પણ આ જ વિચારકો કહે છે કે “ જાવાન વિષ્ણુને ધ્યાન:' એટલે કે સ્થાયી ભાવોને અત્રે રસત્વ પ્રાપ્ત કરાવવાનું હવે અમે બાવીશું' એ સૂત્રનો અર્થ કરવા માટે ઉપચાર કે લક્ષણાનો આશ્રય લેવો જરૂરી છે. બીજી તરફ એમણે ઉપર સ્વીકાર્યું છે કે સ્થાયી ભાવ એ જ રસ છે. આમ, એમની વાત, ભરતમુનિનાં વચનોથી વિપરીત છે. વળી લક્ષણાનો આશ્રય લઈને ઉપરોક્ત સૂત્રનો અર્થ કરવાની રીત દોષપૂર્ણ છે. આથી, સાંખ્યોના આ ભૂલભરેલા મતના દોષો બતાવવાની મૂર્ખતામાંથી અમે બચી ગયા છીએ એવો કટાક્ષ અભિનવગુપ્ત કરે છે. આવા વિચારકોને અને તેમના આવા વિચારોને શું કહેવું? એના કરતાં તો રસની પ્રતીતિમાં વૈષમ્ય ઉત્પન્ન કરનાર આ મતને બદલે રસાનુભવનું સ્વરૂપ શું છે તે વિચારવું યોગ્ય છે. આ ભટ્ટનાયકનો મતઃ રસ પ્રતીત નથી થતો, ઉત્પન નથી થતો અને અભિવ્યક્ત પણ નથી થતો (વિવેક, પૃ.૯૬).
ભટ્ટનાયક કહે છે : રસો પ્રતીયતે, નો—દ્યતે, નાભિવ્યmતે એટલે કે રસ પ્રતીત નથી થતો, ઉત્પન્ન નથી થતો અને અભિવ્યક્ત પણ નથી થતો. રસ સ્વગતરૂપે પ્રતીત થતો હોય તો કરુણરસની પ્રતીતિ વખતે દુઃખનો અનુભવ થાય. વળી, એવી પ્રતીતિ ગળે ઊતરી ન શકે; કેમ કે, સીતા વગેરે સામાજિકના વિભાવ નથી, અને સામાજિકને પોતાની પત્નીનું એ વખતે સ્મરણ સંભવતું નથી. અને, દેવતા વગેરેની રજૂઆત, આપણી અંદર સાધારણીકરણ ઉત્પન્ન કરી શકતી - નથી. (પૂજ્યભાવને કારણે, રસાનુભવ માટે જરૂરી, દેવતા વગેરેનું, સાધારીકરણ થઈ શકતું નથી.) સમુદ્રનું ઉલ્લંઘન વગેરે પરાક્રમો અસાધારણ હોવાથી તેમનું સાધારણીકરણ પણ અશક્ય છે.
ઉપરાંત, ખરેખર રામ વગેરે પરાક્રમી મહાપુરુષોની સ્મૃતિ પણ થતી નથી; કારણ, સામાજિકે એનો પૂર્વે અનુભવ કર્યો જ નથી. વળી, શબ્દ(પ્રમાણ), અનુમાન(પ્રમાણ) વગેરેથી એ પ્રતીતિ(રામની પ્રતીતિ) થાય છે એમ કહીશું
૨૮૮