________________
કાવ્યનો પાઠ બોલતો, રંગપીઠ પર ફરે છે(ચેષ્ટતે). એને(નટને) આટલી બાબતોની જ સભાનતા હોય છે; કોઈ અનુકરણની સભાનતા એની અંદર હોતી નથી. વસ્તુતઃ રામની ચેષ્ટાઓનું અનુકરણ એ, કાન્તા- પ્રિયતમા)ના વેશના અનુકરણ કરતાં જુદી જ વસ્તુ છે. (ઊંડા પ્રેમમાં માણસ પ્રિયતમાના હાવભાવોનું અનુકરણ કરે છે – પણ એ કળાની ક્રિયા નથી.) ૩. આ ઉપરાંત, વસ્તુવૃત્ત એટલે વસ્તુસ્થિતિની દૃષ્ટિએ પણ અનુકરણ
સિદ્ધાંત બરાબર નથી; કેમ કે, જે વસ્તુનું આપણને સંવેદન થતું નથી તે
વસ્તુને ખરેખરું સ્વરૂપ હોય એ સંભવિત નથી. ૪. ભરતમુનિએ પણ ક્યાંય એવું કહ્યું નથી કે રસો એ સ્થાયી ચિત્તવૃત્તિનું છે. અનુકરણ છે - Dાવ્યનુકરાં રસા રૂતિ ચિત્રુતુરગન્યાયની સમીક્ષા
‘વિવેક' વ્યાખ્યાના પૃષ્ઠ ૯પના છેલ્લા ફકરામાં તથા પૃષ્ઠ ૯૬ના પ્રારંભિક ભાગમાં, ભટ્ટનાયકના મતની પૂર્વે, કેટલાક બીજા મતોની, અભિનવગુપ્ત કરેલી સમીક્ષા પ્રસ્તુત થઈ છે –
૧. શંકુકે ચિત્રતુરગન્યાયે રસાનુભવની સમજૂતી આપવા યત્ન કર્યો છે તે અંગે સમીક્ષક કહે છે કે તમે જે એવી દલીલ કરો છો કે વિવિધ રંગોથી ગાય, ઘોડો આદિનું અવશ્ય સંયોજન (ચિત્ર) થાય છે ત્યાં ઘોડો કે ગાય અભિવ્યક્ત થાય છે એમ તમે કહેતા હો તો તે ખાટું છે; કેમ કે, જેમ પ્રદીપના પ્રકાશથી સાચો ઘોડો અભિવ્યક્ત થાય છે તેમ સિંદૂર વગેરેથી સાચો(પારમાર્થિક) ઘોડા અભિવ્યક્ત થતો જ નથી; પણ ઘોડા જેવો એક સમૂહવિશેષ ઉત્પન્ન થાય છે. એ જ સિંદૂર વગેરે વર્ણો, ગાયના અવયવસંનિવેશને મળતી, ખાસ ગોઠવણી દ્વારા પ્રસ્તુત થાય છે એટલે તે ગાય જેવો છે એવો પ્રતિભાસ થાય છે. પણ આથી, વિભાવાદિનો સમૂહ, રતિની સાદશ્યતાની પ્રતીતિરૂપે ગ્રહણ કરાતો નથી. એટલે જ, ભાવોનું અનુકરણ એ જ રસ છે એવો તમારો મત ખોટો છે – તમામ્ માવાનુ રસી इत्यसत् । રસ વિશેના સાંખ્ય મતનું ખંડની
(વિવેક પૃ. ૯૬, ચેન ખ્યાયિ.)
સાંખ્ય મતને અનુસરનારા વિચારકો એમ કહે છે કે નાટકમાં વિભાવાદિરૂપે રજૂ થતી વિષયસામગ્રી બાહ્ય જ હોય છે અને તે સુખદુઃખ ઉત્પન્ન કરવાની
૨૮૭