SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ નટમાં હોતી જ નથી (જેવી મમત્વની ભાવના વાસ્તવિક જીવનમાં હોય છે). પણ જો તમે એવું કહો કે સામાજિકને વિભાવાદિની એ પ્રમાણે પ્રતીતિ કરાવવી એટલો જ અનુસંધાનનો મતલબ છે તો તો સ્થાયી ભાવનું એવું અનુસંધાન વધારે થવું ઘટે; કેમ કે, સ્થાયી ભાવ જ મુખ્ય હોવાથી, ‘આની અંદર આ સ્થાયીભાવ છે’ એવી પ્રતીતિ સામાજિકને થાય છે - અસ્મિન્નટેડયં સ્થાયી । (કલ્પલતાવિવેક, ૩૦૪). આથી, સામાજિકની પ્રતીતિ અનુસાર, રસ સ્થાયીના અનુકરણરૂપ છે એ (શંકુકની) વાત ખોટી છે. પૃ. નટને પણ એવી સમજ નથી હોતી કે, ‘હું રામનું અથવા રામની ચિત્તવૃત્તિનું અનુકરણ કરું છું.’ કારણ, અનુકરણ એટલે કે જેના સ્વરૂપને આપણે અગાઉ કદી જાણ્યું નથી તેના કાર્ય જેવું(સદેશ) કાર્ય કરવું શક્ય જ નથી (કેમ કે, અનુકરણ માટે અગાઉ વસ્તુ જોયેલી હોવી જોઈએ). જો અનુકરણ એટલે ‘પાછળથી કરવું તે’ એવો અર્થ લઈએ તો એવું અનુકરણ તો વ્યવહારજગતમાં બહુ જ જોવા મળે છે. કદાચ એવી દલીલ કરવામાં આવે કે નટ ચોક્કસ(નિયત) વ્યક્તિનું અનુકરણ કરતો નથી પરંતુ ‘હું ઉત્તમ પ્રકૃત્તિના પુરુષના શોકનું અનુકરણ કરું છું' એમ માને છે. તો શેના વડે એ અનુકરણ કરે છે એ પ્રશ્ન છે. શોક વડે (એ ઉત્તમ પુરુષના શોકનું અનુકરણ કરે છે) એમ તો કહેવાય નહીં, કેમ કે, નટમાં શોક હોતો જ નથી. અશ્રુપાત વગેરે વડે શોકનું અનુકરણ થઈ ન શકે; કેમ કે તેમનું સ્વરૂપ જુદું છે (અર્થાત્ અશ્રુપાત માનસિક નથી પણ જડ છે જ્યારે શોક ચેતન છે, મનનો ભાવ છે) એ કહેવાઈ ગયું છે. તમે દલીલ કરશો કે ‘હું ઉત્તમ પ્રકૃત્તિવાળા પુરુષના શોકના જે અનુભાવો છે તેમનું અનુકરણ કરું છું.’ એવું જ્ઞાન નટમાં હોય છે. પણ ઉત્તમ પ્રકૃત્તિના ક્યા પુરુષના શોકાનુભાવોનું નટ અનુકરણ કરે છે એવો પ્રશ્ન અહીં થવાનો જ. તમે કહેશો કોઈ પણ ઉત્તમ પ્રકૃત્તિવાળા પુરુષના અનુભાવોનું નટ અનુકરણ કરે છે. પણ, કોઈ પણ સ્પષ્ટ ખ્યાલ વગર (વિશિષ્ટતા વિના) એ પુરુષનું બુદ્ધિમાં આરોપણ જ કેવી રીતે થઈ શકે ? તમે જો એમ કહેશો કે નટ એવા પુરુષનું અનુકરણ કરે છે જે આવી રીતે રડે છે. તો તો નટનો પોતાનો એની અંદર અનુપ્રવેશ થઈ જ ગયો ગણાય; એટલે, આ અનુકાર્ય (રામ) અને આ અનુકર્તા (નટ) એવો સંબંધ જ અદૃશ્ય થઈ જાય છે. વાસ્તવમાં, અભિનયની કુશળતાથી, પોતાના વિભાવોના સ્મરણથી અને ચિત્તવૃત્તિ(ભાવો)ના સાધારણીભાવથી તેની અંદર સધાયેલા હૃદયસંવાદથી, એ ત્રણ બાબતોથી, નટ, અનુભાવોને દર્શાવતો રહે છે અને ઉચિત કાકુ વગેરે સાથે ૨૮૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy