________________
અનુકરણ-સિદ્ધાંત વ્યર્થ છે
નટ ખરેખર ગુસ્સે થયેલો નથી હોતો છતાં એ ગુસ્સે થયેલા જેવો દેખાય છે એમ તમે કહો એ ખરું છે; પણ એનો અર્થ એટલો જ છે કે ગુસ્સે થયેલા માણસમાં અને નટમાં ભવાં ચઢાવવાં વગેરેનું સાદેશ્ય છે તેથી નટ ગુસ્સે થયેલા જેવો લાગે છે. પણ એટલા ઉપરથી એને અનુકરણ ન કહેવાય. ગાય અને રાની ગાય, મુખ, ખૂંધ વગેરે દેખાવમાં સરખાં છે; પણ એટલા ઉપરથી એકને બીજાનું અનુકરણ ન કહી શકાય. વળી, સામાજિકોમાં “નટ, રામ જેવો છે' એવી સાદૃશ્યબુદ્ધિ હોતી નથી. નટની બાબતમાં સામાજિકોની પ્રતીતિ ભાવશૂન્ય હોતી જ નથી. એટલે કે નટ અભિનય કરતી વખતે જ ભાવ દર્શાવે છે તે તેનામાં છે જ એવું સામાજિકોને લાગે છે અને તે ભાવ તેઓ માણે પણ છે. છતાં પણ એ પ્રતીતિ અનુકરણની હોય છે એમ કહેવું એ નકામી દલીલ છે.
શકે છે એમ કહ્યું કે આ (નટ) રામ છે” એવી પ્રતીતિ સામાજિકને થાય છે; (અને તે સાચી (સમ્યફ) પણ નથી અને ખોટી (મિથ્યા) પણ નથી) - તો શંકુકની એ વાત બરાબર નથી. કારણ, એ પ્રતીતિ તે વખત પૂરતી તો નિશ્ચિત હોય છે - અર્થાત્ નાટક પૂરું થાય ત્યાં સુધી આ રામ છે' એવી સામાજિકને, પાકી ખબર હોય છે. એટલે, પાછળથી થનારી “આ રામ નથી” એવી બાધક પ્રતીતિના અભાવમાં, સામાજિકની “આ રામ છે” એ પ્રતીતિ સાચું જ્ઞાન કેમ ન કહેવાય ? અને પાછળથી “આ રામ છે” એ પ્રતીતિને ખોટી પાડતી, “આ રામ નથી' એવી બાધક પ્રતીતિ થવાની છે એમ જાણીને નાટક જોતા સામાજિક માટે આ રામ છે એવી પ્રતીતિ મિથ્યાજ્ઞાન કેમ ન કહેવાય ? વાસ્તવિક હકીકત જોતાં, બાધકજ્ઞાન ઉત્પન્ન ન થયું હોય તો પણ એ પ્રતીતિ એક જાતનું મિથ્યાજ્ઞાન જ છે. (શંકુકના મતે નાટ્યાનુભવ અનુકરણાત્મક છે; એટલે એ અજાણતાં સ્વીકારે જ છે કે નાટ્યાનુભવ અસત્ છે.) એટલે ઉપર અવતરણ(૩૩)માં શંકુકે જે કહ્યું છે - વિરુદ્ધબુદ્ધયસંખેાત્ એટલે કે “કળાના અનુભવમાં પરસ્પરવિરોધી બુદ્ધિ હોતી નથી તેથી એને ભ્રાંતિ પણ કહી શકાતી નથી) એ વાત ખોટી ઠરે છે. જો તમે એમ કહો કે કોઈ બીજો નટ રામનું પાત્ર ભજવે તોપણ સામાજિકને “આ રામ છે' એવી પ્રતિપત્તિ થાય છે. તો તેનો અર્થ તો એવો થયો કે રામત્વ(રામપણું) સામાન્યરૂપ છે એવું તમે સ્વીકારો છો.
(નટને) વિભાવો કાવ્યદ્વારા પ્રત્યક્ષ થાય છે એમ જે શંકુક કહે છે તે પણ અમને સમજાતું નથી. કારણ કે, સીતા મારી છે એવી કોઈ આત્મીયતાની બુદ્ધિ
૨૮૫