________________
વિભાવાદિ અનુકાર્ય(રામ; મૂળ પાત્ર)માં સાચા હોય છે પણ અનુકર્તા(નટ)માં એ એવા હોતા નથી; એટલો એ બેમાં ફેર છે, એમ જો તમે કહેતા હો તો, ભલે, એમ હોય. પરંતુ, એ વિભાવાદિ નટના સ્થાયી ભાવનાં કારણ, કાર્ય કે સહચારી નથી, પણ કાવ્ય, શિક્ષણ વગેરેના બળે રજૂ કરેલા કૃત્રિમ છે. તો સામાજિક એમને કૃત્રિમ માનીને ગ્રહણ કરે છે કે નથી કરતો? જો ગ્રહણ કરતો હોય તો તેને રતિની પ્રતીતિ કેવી રીતે થશે? (અર્થાત્ નહિ જ થાય). આ સાંભળી શકુક કહેશે કે એટલે જ તે અમે કહીએ છીએ કે જે પ્રતીતિ થાય છે તે રતિના અનુકરણની છે ! (ત્યારે અભિનવ કહે છે) આ તમારી અપરિપક્વ બુદ્ધિ બતાવે છે ! કારણ, કોઈ કાર્ય જો જુદાજ કારણમાંથી ઉત્પન્ન થયું હોય અને કોઈ અનુભવી(સુશિક્ષિત)ને એનું જ્ઞાન હોય તો, તેવા સમાન કાર્યોમાંથી બીજી (અસામાન્ય) વસ્તુનું અનુમાન કરવું યોગ્ય છે. પણ બિનઅનુભવી (અસુશિક્ષિત) માણસ તો તેવાં કાર્યોમાંથી જાણીતા કારણનું જ અનુમાન કરી શકશે. જેમ કે, કોઈ ખાસ પ્રકારના વીંછીની ઉત્પત્તિ માટે છાણનું જ અનુમાન થઈ શકે; અથવા (બીજા) વીંછીનું પણ અનુમાન થઈ શકે. એ બીજા વીંછીનું અનુમાન એ મિથ્યાજ્ઞાન છે. ગ્રંથકાર ભટ્ટતતના વિચારોનું તાત્પર્ય સમજાવે છે
આ તબક્કે ગ્રંથકાર ભટ્ટતીતના વિશ્વેચનનો ભાવાર્થ સમજાવે છે (વિવેક પૃ. ૯૪, લીટી ૧૪-૧૯) -
“મતલબ એ છે કે “રતિ’ નામની પ્રસિદ્ધ ચિત્તવૃત્તિ એ જુદી જ વસ્તુ છે અને એ ચિત્તવૃત્તિનું અનુકરણ એ જુદી વસ્તુ છે. ચિત્તવૃત્તિ કારણ છે અને અનુભાવ કાર્ય છે. એ અનુભાવ મૂળ રતિરૂપ ચિત્તવૃત્તિના હોય તેમ એ ચિત્તવૃત્તિના અનુકરણના પણ હોય છે. અનુભાવો રતિરૂપ ચિત્તવૃત્તિના અનુકરણના છે, એવી જેને જાણ છે અને એ જ્ઞાન સાથે જે જુએ છે તેને જ માત્ર એ અનુભાવો પરથી રતિના અનુકરણનું અનુમાન થાય એ બરાબર છે. પણ એવું તો છે જ નહીં. તો પછી રતિના અનુકરણની પ્રતીતિ કેવી રીતે થાય ? અને સાધારણ માણસો તેવા અનુભવોને જોઈને રતિનું અનુમાન કરે તો તે મિથ્યાજ્ઞાન જ છે.
જ્યાં લિંગનું જ્ઞાન જ મિથ્યા હોય ત્યાં તેના પરથી કરવામાં આવેલું અનુમાન પણ અયોગ્ય છે. વરાળને, ધૂમાડો માનીને, અગ્નિના અનુકરણનું અનુમાન ન થાય. કારણ, ધુમ્મસનું આવરણ, જે ધૂમડાનું અનુકરણ છે અને એ રીતે એનું જ્ઞાન આપણને હોય પણ છે, તે ધુમ્મસના આવરણ વડે, અગ્નિ જેવા લાગતાં જાસૂદનાં ફૂલોના ઢગલાની પ્રતીતિ ન થાય.
૨૮૪