SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના ગુરુ ભટ્ટતતને અનુસરીને, શંકુકના મતની, અભિનવગુપ્ત કરેલી આલોચના ભટ્ટતૌત માને છે કે શંકુકનો મત અંતસ્તત્ત્વશૂન્ય છે અને તે ઝીણવટભરી પરીક્ષા સહેવા સમર્થ નથી. પ્રશ્ન એ છે કે શંકુક છે એમ કહે છે કે “રસ અનુકરણરૂપ છે. તે શું ૧. સામાજિકને થતી પ્રતીતિને અનુલક્ષીને કહે છે? ૨.કે નટને અનુલક્ષીને કહે છે? ૩. કે પછી, “વિવેચકો આમ વિવેચન કરે છે એવું જે કહેવાય છે તેને આધારે, નાટકના ખરા વસ્તુવૃત્તનું વિશ્લેષણ કરનાર વિવેચકની દૃષ્ટિએ કહે છે? ૪. કે, છેલ્લે ભરતમુનિના કહેવા મુજબ એમ કહે છે? આમાંથી પહેલો વિકલ્પ(પક્ષ) અસંગત છે. કારણ, જે કંઈ કશાક પ્રમાણથી ઉપલબ્ધ થયું હોય તેને “અનુકરણ' એમ કહી શકાય; જેમ કે, “અમુક માણસ આ રીતે સુરાપાન કરે છે એમ કહીને, કોઈને આપણે દૂધ પીતો પ્રત્યક્ષ જોઈએ તો કહીએ કે ત્યાં સુરાપાનનું “અનુકરણ છે. પણ, અહીં (નાટકમાં), નટની અંદર એવું તે શું હોય છે જેને આપણે સતિનું અનુકરણ માની શકીએ ? આ જ અમારી મૂંઝવણ છે. નટનું શરીર, તેની પાઘડી વગેરે, એનો રોમાંચ, ગદ્ગદ્ શબ્દો વગેરે, ભુજાક્ષેપ, હાથની હિલચાલ, ભવાં ચઢાવવાં, કટાક્ષો વગેરે, એ બધું રતિ કે જે સ્થાયી ચિત્તવૃત્તિ કે ભાવરૂપ છે તેના અનુકરણ તરીકે કોઈને જ લાગતું નથી – કેમ કે, એ બધી ચીજો તો જડ છે, જુદી જ ઇન્દ્રિયોથી ગ્રહણ કરાય છે અને તેમનો આશ્રય જુદો જ છે. તેથી તે ચીજો, મનથી ગ્રહણ કરાતી, મનમાં રહેતી ચેતનરૂપ ઊર્મિઓથી, અત્યંત ભિન્ન છે. અનુકરણનો ખ્યાલ ત્યારે જ આવે જ્યારે આપણે મુખ્યપાત્ર કે મૂળપાત્ર(રામ)ને જોયું હોય. પણ મુખ્ય એવા રામની અંદર રહેલી “રતિ'ની લાગણીને કોઈએ અગાઉ જોઈ હોય એવું છે જ નહીં. એટલે, નટરામનું અનુકરણ કરે છે એ વાત ગપસપ હોઈ રદ છે. જ્યારે નટગત ચિત્તવૃત્તિ પ્રતીત થાય છે ત્યારે તે જ રતિના અનુકરણરૂપ શૃંગાર(રસ) કહેવાય છે એમ જો કહીએ તો, ત્યાં પણ, એ પ્રતીતિ કેવી હોય છે એ પ્રશ્ન છે. સ્ત્રીઓ વગેરે કારણો, કટાક્ષ વગેરે કાર્યો અને ધૃતિ વગેરે સહચારીરૂપ લિંગો ઉપરથી કાર્યરૂપ અને સહચારીરૂપ જે લૌકિક ચિત્તવૃત્તિની આપણને પ્રતીતિ થાય છે તેવી જ નટગત ચિત્તવૃત્તિ આપણને જણાય છે એમ તમે કહો તો તો નટમાં આપણને રતિરૂપે જ એ ચિત્તવૃત્તિ પ્રતીત થાય છે. પછી એને રતિનું અનુકરણ કહેવાની વાત જ ઊડી જશે. ૨૮૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy