SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ (આમ, અમુક વખતે, મિથ્યાજ્ઞાન પણ પરિણામકારક હોય છે અને જો મિથ્યાજ્ઞાન કાર્યસાધક હોય તો પછી અનુકરણરૂપ જ્ઞાન પણ અર્થપ્રદ હોય તેમ માની શકાય એમ શંકુક કહેવા માગે છે; કારણ કે, નટમાં અનુમાનિત થતી રતિ તો અનુકરણાત્મક હોવાથી મિથ્યા ગણાય અને એ મિથ્યાજ્ઞાનથી સાચા પ્રેમનો આસ્વાદ-આનંદ કેવી રીતે થાય - એ શંકાનો શંફક ઉત્તર આપે છે. રસ અનુકરણાત્મક અને અનુમિત છે છતાં એથી સામાજિક છેતરાતા નથી, પણ તેની ઇચ્છા પૂરી થાય છે, જેમ મણિપ્રાપ્તિથી એક જણની ઇચ્છા પૂરી થાય છે.) ચિત્રતુરગ ન્યાય વળી, અહીં, (રસાનુભવમાં) નીચેની પ્રતીતિઓમાંથી એક પણ પ્રતીતિ હોતી નથી - ૧. નટ બહુ જ સુખી છે; (સમ્યકપ્રતીતિ) ૨. એ સુખી માણસ એ જ રામ છે; (સમ્યક્ પ્રતીતિ) ૩. એ સુખી નથી; (મિથ્યા પ્રતીતિ) ૪. એ રામ છે કે નહીં ? (સંશય) અને પ. એ રામ જેવો છે (સાદગ્ધ): પણ, સમ્યફ મિથ્યા, સંશય અને સાદશ્ય એ ચાર પ્રકારની પ્રતીતિઓથી જુદી જ, જે સુખી રામ તે આ છે” એવી પ્રતીતિ, આપણને, ચિત્રતુરગાદિન્યાયે, થાય છે; તેથી જ કહ્યું છે કે જે પ્રતીતિમાં (કળાનુભવમાં) સંદેહ, સત્ય કે બ્રાંતિ નથી હોતી, જે પ્રતીતિ “આ અમુક છે એ જાતની હોય છે, “આ ખરેખર અમુક જ છે' એ જાતની હોતી નથી; જે પ્રતીતિમાં પરસ્પર વિરોધી બુદ્ધિ પણ નથી હોતી, તેથી એને બ્રાંતિ પણ ન કહેવાય; એ (પ્રતીતિ) એક પ્રકારના પ્રત્યક્ષ અનુભવરૂપ હોય છે. એટલે, કઈ દલીલ વડે એનો ઇનકાર થઈ શકે?” (કળાની પ્રતીતિ ચિત્રમાંના ઘોડાની પ્રતીતિ જેવી છે એમ કહેવા પાછળ શંકુકનો આશય એ છે કે એ પ્રકારની પ્રતીતિમાં આપણને જ્ઞાનના જાણીતા પ્રકારો - સમ્યક, મિથ્યા, સંશય અને સાદશ્યથી વિલક્ષણ રીતે કળાની દૃષ્ટિથી, ઘોડાની પ્રતીતિ થાય છે. એવું જ નાટકમાં પણ બને છે -નટ એ રામ નથી છતાં એ રામ છે એવી, ઉપરોક્ત ચાર પ્રમાણોથી વિલક્ષણ પ્રતીતિ થાય છે. આ કળાની પ્રતીતિ છે જે નિશ્ચિત, અવ્યવહિત, સ્વસંવેદ્ય અને સંશયસંરહિત હોય છે.) ૨૮૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy