SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ તેમનું પૂરેપૂરું અવગમન કરાવી શકતા નથી. કેવળ વાણી કે શબ્દો એ કંઈ વાચિક અભિનય નથી; પણ શબ્દોથી કે વાણીથી થતું કાર્ય તે વાચિક અભિનય કહેવાય, જેમ અંગોથી થતું કાર્ય તે આંગિક અભિનય કહેવાય છે, તેથી જ તો - મારો શોક ખૂબ વધી ગયો છે, અગાધ છે, હદ બહારનો છે, ખૂબ ભારે છે એ ખરું; પણ, જેમ વડવાનલ સાગરને પી જાય છે તેમ મારો ક્રોધ એ (શોકને) પી જાય છે.” (ઉદા. ૧૫૬) અને “શોકથી થયેલા સ્તંભ(સ્તબ્ધતા)ને લઈને એ એવો પડ્યો છે કે, એના સચિવો, જેમનું રડવું હૈયાફાટ છે, તેઓ, રખેને એનું હૃદય ફાટી જશે એવા ભયથી, તેને, રડવા માટે વિનંતી કરે છે.” (ઉદા. ૧૫૭) - આ શ્લોકમાં શોક અભિનયથી વ્યક્ત થતો નથી; પણ માત્ર નામથી, શબ્દથી જ કહેવાય છે.” પણ - “મારું ચિત્ર આલેખતાં તેની (સાગરિકાની) આંખમાં પુષ્કળ આસું પડ્યાં જણાય છે; પરંતુ એ આંસુ, તેની હથેળીના સ્પર્શથી મારા શરીરે પરસેવો પ્રગટ્યો હોય તેવાં લાગે છે,” એ, રત્નાવલી નાટિકા (૨.૧૧ ઉદા. ૧૫૮)નો શ્લોક, પોતાનો અર્થ કહેવાની સાથે સાથે ઉદયન રાજાને સુખાત્મક “રતિ” એ સ્થાયી ભાવ અભિનયથી રજૂ કરે છે; શબ્દોથી કહેતો નથી. અવગમન કરાવવાની (અભિનયની) શક્તિ તે અવગમન. વાચકત્વથી એ શક્તિ જુદી છે. એટલે જ ભરતના રસસૂત્રમાં સ્થાયી(ભાવ) એ પદનો, જુદી વિભક્તિમાં (છઠ્ઠી વિભક્તિમાં) મૂકીને પણ, ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ, અનુકરણ કરાતી પતિ તે શૃંગાર(રસ). શ્રી હેમચન્દ્રાચાર્ય ધર્મકીર્તિનાં વચનો ટાંકે છે - મિથ્યાજ્ઞાનને લાગેવળગે છે ત્યાં સુધી એમ કહી શકાય કે મિથ્યાજ્ઞાન પણ કેટલીકવાર કાર્યસાધક હોય છે. આ મુદ્દાનું સમર્થન કરવા શ્રી હેમચન્દ્રાચાર્ય, ધર્મકીર્તિના પ્રમાણવાર્તિક ગ્રંથ(૨.૫૭)ની એક કારિકા વિવેક(પૃ. ૯૩)માં ટાંકે છે - મળી... ઇત્યાદિ. આ કારિકાનો અર્થ આવો છે - “મણિની અને દીવાની પ્રભા(પ્રકાશ)ને, મણિ માનીને, બે માણસો તે લેવા દોડ્યા; પણ જે માણસ દીવાની પ્રજાને મણિ માનીને દોડ્યો હતો તે છોભીલો પડ્યો; પણ જે માણસ મણિની પ્રભાને મણિ માની દોડ્યો હતો તે મણિ પામ્યો. આ બન્નેને મળેલાં ફળ જુદાં જુદાં છે પણ બન્નેના મિથ્યાજ્ઞાનમાં ફરક નથી.” ૨૮૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy