SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ "रसपूर्वकत्वं भावानां भावपूर्वकत्वं रसस्य विषयविशेषापेक्षया પ્રયોગાનુર્તરિ રમાનાવાતામનુજાર્વે ભાવપ્રતોતિરુતે “ (અવતરણ૩૧; ના.શા.) એટલે, પ્રથમ મત ઉપસ્થિત થાય છે. વાસ્તવિક જગતમાં ભાવનું દર્શન થવાથી તે સ્વરૂપની રસનિષ્પત્તિ થાય છે - અર્થાત્ ભાવમાંથી રસ દેખાય છે. શ્રીશંકુક પોતાનો મત પ્રસ્તુત કરે છે શ્રી શંકુક કહે છે આથી અમે બીજું અર્થઘટન રજૂ કરીએ છીએ : વિભાવ નામે ઓળખાતાં કારણો વડે, અનુભાવરૂપ કાર્યો વડે, સહચારીરૂપ વ્યભિચારીઓ વડે, સંયોગથી એટલે કે ગમ્યમમક ભાવથી, અનુર્તા નટમાં, અનુમાનિત થતો, રતિ વગેરે સ્થાયિભાવ, મુખ્ય રામાદિના સ્થાયી ભાવના અનુકરણરૂપ હોય છે. એ કારણ, કાર્ય અને સહચારીઓ નટે પ્રયત્નપૂર્વક સિદ્ધ કરેલાં હોવાથી કૃત્રિમ હોય છે. પણ સામાજિકને એવાં(કૃત્રિમ) લાગતાં નથી. આ પ્રમાણે નટમાં પ્રતીત થતો સ્થાયી ભાવ અનુકરણરૂપ હોય છે, તેથી એ સ્થાયી ભાવ” એ નામથી ન ઓળખાતાં, “રસ એવા બીજા નામથી ઓળખાય છે. (વસ્તૃસૌંદર્યના બળથી, તુરા ફળની ચર્વણા, પરપુરુષના દર્શનથી થતા મુખ પરના પરસેવાની કલના જેવી રસનીર્થ સ્વરૂપતાને લીધે, નટમાં અવિદ્યમાન છતાં અનુમાનિત થતા રતિ વગેરે સ્થાયી ભાવ, બીજા અનુમાનના વિષયોથી વિલક્ષણ સ્થાયીરૂપે પ્રતીત થાય છે અને તે સામાજિકો દ્વારા આસ્વાદાય છે.) ૧. “જે મારાં અંગોને અમીરસના છંટકાવ જેવી છે, જે મારી આંખોને કપૂરની સળી જેવી છે, જે મૂર્તિમાન મનોરથ શ્રી છે તે પ્રાણેશ્વરી મનમાં વસતી હતી ત્યાંથી નજરની સામે આવી.” (ઉદા. ૧૯૪), અને “નસીબનો યોગ એવો છે - આજે જ મને તે ચપળ અને વિશાળ આંખોવાળી પ્રિયાનો વિયોગ થયો અને આજે જ દોડતાં ગાઢ વાંદળાંવાળો વર્ષસમય પણ આવી પહોંચ્યો.” (ઉદા. ૧૫૫) - વગેરેમાં વિભાવો કાવ્યના બળથી અનુસંધાન પામે છે (પ્રત્યક્ષ થાય છે), અનુભાવો નટની કુશળતાથી પ્રત્યક્ષ થાય છે અને વ્યભિચારી ભાવો, પોતાના કૃત્રિમ અનુભાવોને રજૂ કરવાની નટની આવડતથી પ્રત્યક્ષ થાય છે. પણ સ્થાયી તો કાવ્યના બળે પણ પ્રત્યક્ષ કરી શકાતો નથી. “રતિ”, “શોક વગેરે (ભાવદર્શક)શબ્દો, રતિ વગેરે ભાવોનું અભિધાથી અભિધાન જ કરે છે; વાચિક અભિનયરૂપે ૨૮૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy