________________
તેમ, રસ એ, ઉપચિત કે પરિપોષ પામેલો સ્થાયી ભાવ જ છે તો ભરતમુનિએ સ્થાયી ભાવના વિભાવો બે વખત કેમ સમજાવ્યા છે - એક વખત સ્થાયીની અનુપચિત દશા સંદર્ભે(ના. શા. અ. ૭) અને બીજી વાર સ્થાયીની ઉપચિત દશા(રસ) સંદર્ભે (ના. શા. અ. ૬) ?) લોન્લટનો મત તર્કસંગત નથી - વિવેક(પૃ.૯૦)માં શંકુકની દલીલ આગળ ચાલે છે. એ કહે છે કે, “એક જ વસ્તુનાં કારણો બે વાર સમજાવવાં - એકવાર એ વસ્તુની ઉત્પત્તિ શરૂ થતી હોય ત્યારે અને બીજી વાર એ વસ્તુ પરિપોષ(પુષ્ટિ) પર પહોંચી હોય ત્યારે એ તર્કહીન છે; વ્યર્થ છે. વળી, લોલટ કહે છે તેમ, અનુપચિત હોય તે સ્થાયી ભાવ અને ઉપચિત દશામાં હોય તે “રસ', અર્થાત્ સ્થાયી ભાવનો ઉપચય તે રસ એમ માનો તો દરેક - સ્થાયી ભાવની ઉપચય પ્રમાણે, મંદ, મંદતર, મંદતમ, માધ્યચ્ય વગેરે અનંત શ્રેણી
સ્વીકારવી પડશે. એવી જ રીતે રસની પણ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ વગેરે અગણિત સંખ્યા થશે. વળી જો એમ માનીએ કે ઉપચયની પરાકાષ્ઠા આવે ત્યારે જ રસ કહેવાયતો, એ સંજોગોમાં, ભરતમુનિએ નાટ્યશાસ્ત્રના છઠ્ઠા અધ્યાયમાં હાસ્યરસના ‘સ્મિત, અવકસિત, વિકસિત, ઉપહસિત, અપહસિત અને અતિહસિત એવા જે છ પ્રકાર વર્ણવ્યા છે તે કેવી રીતે શક્ય બનશે? ઉપરાંત, ભરત નાટ્યશાસ્ત્ર(૨૨. ૧૭૦-૭૨)માં શૃંગારરસની ઉત્તરોત્તર પ્રકર્ષ બતાવતી દસ અવસ્થાઓ વર્ણવી છે : ૧. અભિલાષ ૨. અર્થચિંતન ૩. અનુસ્મૃતિ ૪. ગુણકીર્તન ૫. ઉગ ૬. વિલાપ ૭. ઉન્માદ ૮.વ્યાધિ ૯. જડતા અને ૧૦.મરણ. જો દરેક રસમાં ઉપચયની જુદી જુદી માત્રાઓ માનીએ તો, શૃંગારની આ દસ અવસ્થાઓની અંદર પણ ઉત્તરોત્તર પ્રકર્ષ બતાવતી જુદી જુદી દશાઓ સંભવશે, જેથી મૂળ દસ અવસ્થાઓને સ્થાને એ જ શૃંગારરસ અને રતિરૂપ સ્થાયી ભાવના અસંખ્ય ભેદો માનવાનો પ્રસંગ આવશે. બીજી વાત એ પણ છે કે લોલ્લટે, પહેલાં સ્થાયી હોય છે અને પછી તે ઉપચિત થતાં રસ બને છે એવું જે કહ્યું છે તે રસાનુભવમાં જે ખરેખર બને છે તેથી વિપરિત છે. કેમ કે, ઈષ્ટજનના વિયોગરૂપ વિભાવથી ઉત્પન્ન થતો શોક જે શરૂઆતમાં તીવ્ર હોય છે તે ધીમે ધીમે શમતો જાય છે - વધુ મજબૂત કે તીવ્ર થતો નથી. ક્રોધ, ઉત્સાહ, રતિ એ પોતપોતાનાં કારણોથી, ઉદ્ભવ પામેલા સ્થાયી ભાવોમાં, અમર્ષ, સ્વૈર્ય અને સેવા(સંભોગ) જેવી પરિપોષક સામગ્રીન હોય તો અપચય(ઘટાડો) જોવા મળે છે. આથી, રસની પહેલાં ભાવ(સ્થાયી ભાવ) છે એ વાત ખરી નથી. બલકે, એથી ઊલટી વાત સાચી છે. ભરતમુનિએ કહ્યું છે કે,
૨૭૯