________________
(લોલ્લટના મતની મમ્મટે કા. પ્ર. ૪.૨૮ હેઠળ રજૂઆત કરી છે તે અભ્યાસીએ જોઈ લેવી.)
લોલ્લટના તેમ જ ઠંડીના મતનું શ્રીશંકુકદ્વારા ખંડન શ્રીશંકુક કહે છે કે આ બરાબર નથી -
૧. કારણકે, વિભાવાદિ વગર સ્થાયીભાવ જાણી શકાય જ નહીં. કેમ ? અવગમક કે લિંગ(દા. ત. ધૂમાડો) જેના વડે જ્ઞાન(અનુમાન) શક્ય બને છે તે ન હોવાથી. કેમ કે, ધૂમાડા વિના, પર્વતમાં રહેલો અગ્નિ જાણી શકાતો નથી.
ન
૨. વળી જો વિભાવોથી ઉત્પન્ન થતા, અનુભાવોથી સૂચિત થતા અને વ્યભિચારી ભાવોથી પરિપોષ પામતા(પુષ્ટિ પામતા) સ્થાયી ભાવો સાથે સંયોગ થવાથી સ્થાયી ભાવો રસ બને છે એમ જો ભરતમુનિ માનતા હોત તો તેમણે સ્થાયી ભાવોનું સ્વરૂપ તથા પ્રયોજન (નાટ્યશાસ્ત્રમાં) પહેલાં જ કહ્યું હોત અને પછી રસનું સ્વરૂપ સમજાવ્યું હોત. પણ તેમણે એમ કર્યું નથી. ઊલટું, ભરતે પહેલાં જ રસનું સ્વરૂપ તથા ક્ષેત્ર વર્ણવ્યું છે. ઉપરાંત, રસોના વિભાવો તથા અનુભાવો વર્ણવીને પછી પાછું તે જ વિભાવાદિનું સ્થાયી ભાવો પરત્વે મુનિએ શા માટે વર્ણન કર્યું છે ? વસ્તુતઃ, રસનું નિરૂપણ કરતાં મુનિ ડગલે ડગલે કહેશે કે ‘હવ વી૨૨સ” જે ઉત્તમ સ્વભાવનો, ઉત્સાહરૂપ છે તે અસંમોહ, નિશ્ચય, નય, વિનય, બળ, પરાક્રમ, શક્તિ, પ્રતાપ, પ્રભાવ આદિ વિભાવોથી ઉત્પન્ન થાય છે” (ના. શા. ૬, પૃ. ૨૭૨). વળી પાછા, મુનિ, સ્થાયી ભાવોના નિરૂપણ વખતે કહેશે, ‘ઉત્સાહ એ સ્થાયી ભાવ ઉત્તમ સ્વભાવવાળો છે. તે અવિષાદ, શક્તિ, શૌર્ય વગેરે વિભાવોથી ઉત્પન્ન થાય છે’’ (ના. શા. ૬, પૃ. ૨૭૨). આમ, રસ અને સ્થાયી ભાવ એ બન્ને અર્થમાં કે તત્ત્વમાં, જુદા નથી, એક જ છે. પણ (નાટ્યશાસ્ત્રમાં) રસનું લક્ષણ બાંધતાં વિભાવોની વિસ્તારથી વાત કરવામાં આવી છે; જ્યારે ભાવના સંદર્ભમાં, એમની આછીપાતળી ચર્ચા કરવામા આવી છે’’ (અવતરણ-૨૮/૨૯)
(શંકુકનો મુદ્દો એ છે કે સ્થાયીભાવો રસની પહેલાં વિદ્યમાન હોય છે એ જો ખરું હોય તો ભરતમુનિ શા માટે પ્રથમ રસની ચર્ચા કરે છે(ના. શા. અ. ૬) અને તે પછી ભાવોની ચર્ચા કરે છે(ના. શા. અ. ૭) ? વળી, જો લોલ્લટ કહે છે
૨૭૦૮