________________
શ્રીહેમચન્દ્રાચાર્યે વિવેકામાં પ્રસ્તુત કરેલા રસાનુભવ વિશેના મહત્ત્વના મતો
વિવેકના પૃષ્ઠ ૮૮ પર, ભરતના “નાટ્યશાસ્ત્ર'ની બે કારિકાઓ (૭.૪; ૭.૫) લઈને ગ્રંથકાર દ્વારા વિભાવો” તેમ જ “અનુભાવોની સમજૂતી આપવામાં આવી છે. પ્રથમ કારિકા(૭.૪) મુજબ, વાચિક તથા આંગિક અભિનયના રૂપમાં, જેમના વડે, બહુવિધ, અનુભવક્ષમ અર્થો ઉત્પન્ન થાય છે તે વિભાવો કહેવાય છે અને બીજી કારિકા(૭૫) મુજબ, વાચિક, આંગિક અને સાત્ત્વિક અભિનયદ્વારા, જેમના વડે, નાટકનો કે કળાનો અર્થ આસ્વાદક્ષમ બને છે અને જે વાણી, અંગો અને ઉપાંગોથી યુક્ત છે તે અનુભાવો કહેવાય છે.
પછી, વિવેકના પૃષ્ઠ ૮૯ પર, ગ્રંથકાર, ભરતમુનિપ્રણીત રસસૂત્ર “fથંભાવીનુભાવવ્યધવારિસંયો કનિષ્પત્તિઃ I' (નાટ્યશાસ્ત્ર, અધ્યાય ૬) રજૂ કરે છે; અને તરત જ “અભિનવભારતી'માં, અભિનવગુપ્ત પ્રસ્તુત કરેલો અને સમજાવેલો રસાનુભવ અંગેનો સંપૂર્ણ પાઠ ઉદ્ધત કરે છે. અહીં, આપણે એ લક્ષમાં રાખવાનું છે કે અભિનવગુપ્ત રસનિષ્પત્તિના પ્રશ્નની સંપૂર્ણ છણાવટ કરવા માગે છે અને અંતિમ નિર્ણય પર પહોંચવા માગે છે તેથી જ તેઓ પ્રથમ બીજા વિચારકોના મતો, માત્ર સંસ્કૃ૯ શાસ્ત્રકારોની પ્રચલિત રૂઢિ મુજબ પૂર્વપક્ષ તરીકે જ નહીં, પરંતુ, રસ વિશેની મહત્ત્વની વિચારણાથી એ મતો યુક્ત છે અને રસસૂત્રના અર્થઘટનની પ્રમુખ પરંપરાઓનું એ મતો પ્રતિનિધિત્વ કરે છે એ દૃષ્ટિથી, રજૂ કરે છે અને પછી જ રસાનુભવના વિષયનું સ્વરૂપ સ્પષ્ટ કરીને, પોતાની અનોખી પ્રતિભાથી, ચિરસ્થાયી મૂલ્યવાળા અનોખા અર્થઘટનદ્વારા, રસાસ્વાદના પ્રશ્ન, પોતાનો અંતિમ નિર્ણય રજૂ કરે છે. રસસૂત્રના અર્થઘટનની પરંપરા
ભરતમુનિપ્રણીત રસસૂત્રના અર્થઘટન અંગે જુદા જુદા મતો પ્રવર્તતા હતા. પંડિતરાજ જગનાથે આવા બાર મતો નોંધ્યા છે. ધ્વન્યાલોકની “લોચન” ટીકામાં અભિનવગુપ્ત, બીજા ઉદ્યોતની ચોથી કારિકાના વિવરણમાં, “રસના સ્વરૂપની બાબતમાં જ પ્રતિવાદીઓના વિભિન્ન મતો છે” એમ કહીને, પોતાની પૂર્વે થઈ ગયેલા કેટલાક રસમીમાંસકોના મતોની ચર્ચા કરી છે; જ્યારે બીજા કેટલાક મતોની માત્ર નોંધ લીધી છે. પણ, રસના સ્વરૂપની ચર્ચામાં, ભટ્ટલોલ્લટ,
શ્રીશંકુકે, ભટ્ટનાયક અને અભિનવગુપ્ત ઉપરાંત દંડીએ પણ ફાળો આપ્યો છે એ * વાત જાણીતી છે; અને અભિનવગુપ્ત દંડીના વિચારો રજૂ કર્યા પણ છે. વળી,